GST રિટર્ન પર એક કરોડ સુધી ઓવરડ્રાફ્ટ મેળવો

મુંબઇ: માઇક્રો-સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) હવે પોતાના ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રિટર્ન્સના આધારે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે તાત્કાલિક રૂ. એક કરોડ સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવી શકશે. આઇસીઆઇસીઆઇ બેન્કે જીએસટી બિઝનેસ લોનના નામે આ ફેસિલિટી આપવાની જાહેરાત કરી છે.

આ સુવિધા બેન્કના ગ્રાહકો નહીં હોય એવા બિઝનેસ સાહસોને પણ આપવામાં આવશે. બેન્ક દ્વારા જારી કરાયેલી એક યાદીમાં જણાવાયું હતું કે આ સુવિધાના પગલે ઝડપથી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પ્રાપ્ત કરવાની ગ્રાહકોને સગવડતા ઉપલબ્ધ રહેશે.

એમએસએમઇને માત્ર બે દિવસમાં ઓવરડ્રાફ્ટની રકમ મંજૂર કરશે અને બેન્ક વર્કિંગ કેપિટલ લિમિટ માટેની તેમની પાત્રતાનું મૂલ્યાંકન કરવા તેમના જીએસટી રિટર્ન્સની પણ આકારણી કરશે. આ ઓવરડ્રાફ્ટની મર્યાદા રૂ. ૧૦ લાખથી રૂ. એક કરોડ વચ્ચે હશે અને જીએસટી રિટર્નમાં દર્શાવેલ ટર્નઓવરના ૨૦ ટકા જેટલી રહેશે.

You might also like