જિનીવા મોટર શૉ: ઉડતી કાર થઇ લોન્ચ, જાણો ખૂબીઓ…

0 103

જિનીવામાં હાલ ઇન્ટરનેશનલ મોટર શો ચાલી રહી છે. તેમાં એક થી એક ચઢીયાતી કાર લોન્ચ કરવામાં આવી રહી છે. કંપનીએ દુનિયાની પ્રથમ ઉડતી કાર લોન્ચ કરી છે. ડચ કંપનીએ PAL-V દ્વારા ઉડતી કાર લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ લિબર્ટી રાખવામાં આવ્યું છે. આ કાર લેડ રહિત ગેસથી ઓપરેટ થાય છે અને એકવાર ચાર્જિંગ કરવા પર 500 કિમી સુધી ઉડી શકે છે.

આ કારમાં બે સીટ આપવામાં આવેલી છે અને ઉડતી વખતે આ કારમાં 910 કિલ્લો વજન સાથે લઇને ઉડી શકે છે. આ કારમાં 100 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. આ કાર કંપનીનો દાવો છે કે આ ઉડતી કારમાં પ્લેન, હેલિકોપ્ટર અને કાર સાથે જોડાયેલી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર 170 કિમી પ્રતિ કલાક સુધીની સ્પીડથી ઉડી શકે છે.

આ પ્રોડેકશન મોડલ બનાવામાં કંપનીને અંદાજે 10 વર્ષ સુધીનો સમય લાગ્યો છે. હાલમાં આ કારનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેના માટે પ્રી-ઓર્ડ માટે કંપનીની વેબસાઇટ પર જવુ પડશે. આ કાર 6.5 લાખ રૂપિયામાં બુક કરી શકાય છે. આ કારની પ્રથમ ડિલીવરી 2019માં કરવામાં આવશે. આ કારને માત્ર 5 થી 10 મિનીટમાં જ જમીનથી હવામાં ઉડાડી શકાય છે.

 

loading...

Leave A Reply

Your email address will not be published.