Categories: Business

GDP ગ્રોથ ૧૦ ટકાને આંબી જશેઃ આર્થિક નિષ્ણાતો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને બીજાં રાજ્યોમાં ભાજપના વિજય બાદ કેન્દ્ર સરકાર આર્થિક સુધારાને વેગ આપશે તો જીડીપી ગ્રોથ ૧૦ ટકા સુધી પહોંચી જશે એવું અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું માનવું છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના એમડી નિલેશ શાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જો ઝડપથી સુધારાની પ્રક્રિયા જારી રહેશે તો દેશનો ગ્રોથ વર્તમાન સાત ટકાથી વધીને ૧૦ ટકા થઇ જશે. અલબત્ત બેન્કોએ તે અગાઉ એનપીએની સમસ્યા ઉકેલવી પડશે.

વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે પણ જણાવ્યું છે કે તાજેતરમાં જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના પગલે આર્થિક સુધારા કાર્યક્રમને વેગ મળશે. મૂડીઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેનાથી ક્રેડિટ પર પોઝિટિવ અસર પડશે.

રેટિંગ એજન્સી મૂડીઝે ૨૦૧૭-૧૮માં રાજકોષીય મજબૂતી યથાવત્ રાખવાના પ્રયાસની પણ પ્રશંસા કરી હતી. શેર માર્કેટમાં પણ સુધારો થશે એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. જીએસટીના અમલ બાદ કંપનીને ચાર ટકાનો ફાયદો થશે, જેના કારણે તેના માર્જિનમાં વધારો થશે અને તેમની કામગીરી સુધરશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

6 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

6 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

6 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

6 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

7 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

8 hours ago