ગણેશજીને પૂજવાથી મળતા લાભ

સંતાન ગણેશ : જે ઘરમાં સંતાન સુખ ન હોય ત્યાં ભગવાન ગણેશજીનાં ૧૦૦૮ નામોમાંની સંતાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ. આવા યુગલે સંતાન ગણપતિની વિશિષ્ટ મંત્રપૂરિત પ્રતિમા (યથા સંતાન ગણપતેય નમ:, ગર્ભદોધને નમ: , પુત્ર પૌત્રાયાય નમ: વગેરે મંત્રયુકત) પ્રતિમા દ્વાર પર લગાવવી, જેનું પ્રતિફળ સકારાત્મક હોય છે.
વિધ્નહર્તા ગણપતિ : નિર્હન્યાય નમ:, અવિનાય નમ: જેવા મંત્રોયુક્ત ગણેશજીની પ્રતિમા તેવાં ઘરોમાં સ્થાપિત કરવી જોઈએ જેમાં ઝઘડા, કંકાસ, કલેશ, વિધ્ન, અશાંતિ, તણાવ વગેરે દુર્ગુણો ઉપસ્થિત હોય. પતિ પત્ની વરચે મનભેદ, બાળકોમાં અશાંતિનો દોષ મળી આવે, એવા ઘરના પ્રવેશ દ્વાર પર વિધ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
વિદ્યાપ્રદાયક ગણપતિ : એવાં ઘરોમાં જયાં બાળકો ભણતાં ન હોય કે ભણવાથી દૂર ભાગતાં હોય, વડીલોને માન ન આપતાં હોય, એવાં ઘરોના ગૃહસ્વામીએ વિદ્યાપ્રદાયક ગણપતિને પોતાના ઘરના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવા જોઈએ. આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે જ્ઞાન રૂપાય નમ:, વિદ્યાનિયાર્ય નમ:, વિધા ધનાય નમ: તેમજ જ્ઞાનમુદ્રાવતે નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરે છે. આવી પ્રતિમા શુભ મુહૂર્તમાં સ્થાપિત કરવાથી પરિણામ ઝડપી મળશે.
આનંદદાયક ગણપતિ : પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ તેમજ સુખ માટે આનંદદાય નમ:, સુમંગલમ સુમંગ લાય નમ: જેવા મંત્રોયુક્ત આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહૂર્તમાં ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.
વિજય સિદ્ધિ મોચન ગણપતિ : કોર્ટ કેસમાં જીત મેળવવા, શત્રુઓનો નાશ કરવા, પડોશીને શાંત કરવાના ઉદ્દેશથી લોકો પોતાના ઘરમાં વિજય સ્થિરાય નમ: જેવા મંત્રો વડે ગણપતિની સ્થાપના કરે છે.
ઋણમોચન ગણપતિ : જૂનું દેવું ચુકવી શકાતું ન હોય, ઘર પરિવારમાં દરિદ્રતા, દેવાનો તાંડવ હોય તેવી વ્યક્તિઓએ ઋણમોચન ગણપતિ, ઋણત્રય વિમોચનાય નમ: જેવા મંત્ર વડે ઉત્કિર્ણ કરાવીને ઘરમાં સ્થાપિત કરવા જોઈએ તેમજ તેમની દરરોજ વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ.
રોગનાશક ગણપતિ : કોઈ જૂનો રોગી હોય, જે દવા વડે પણ સારો થતો ન હોય તેવા પરિવારના લોકોએ માત્ર ‘મૃત્યુંજયાય નમ:’ શ્લોક વડે રોગનાશક ગણપતિની આરાધના કરવી.
નેતૃત્વ શક્તિ વિકાસ ગણપતિ : રાજનીતિક પરિવારમાં ઉરચપદ પ્રાપ્ત કરવા માટે લોકો ગણપતિના આ સ્વરૂપની આરાધના કરે છે. માત્ર ‘ગણાઘ્યક્ષાય નમ:, ગણનાયકાય નમ:, પ્રથમ પૂજયાયૈ નમ: ’ શ્લોકો વડે તેમની આરાધના કરવી.
સોપારી ગણપતિ : આદ્યાત્મિક જ્ઞાનાર્જન હેતુ સોપારી ગણપતિની આરાધના કરવી.
શત્રુહંતા ગણપતિ : શત્રુઓનો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની આરાધના કરવી જોઈએ. મૂર્તિકાર પ્રતિમા બનાવતી વખતે મૂર્તિને ક્રોધ મુદ્રામાં દેખાડે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શત્રુહંતા ગણપતિની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરીને ‘ઓમ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરે છે તેમનું કોઈ કશું જ બગાડી શકતું નથી.
ચિંતાનાશક ગણપતિ : જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે એવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની પ્રતિમાને ‘ચિંતામણિ ચર્વણલાય સાથ નમ:’ જેવા મંત્રનું ઉચ્ચારણ કરાવીને સ્થાપિત કરવી જોઈએ.
સિદ્ધિદાયક ગણપતિ : કાર્યમાં સફળતા તેમજ સુખ સાધનોની પૂર્તિ માટે ‘સિદ્ધવેદાય નમ:, સિદ્ધિવિનાયકાય નમ:, સિદ્ધિપ્રદાયકાય નમ:’ જેવા મંત્રોયુક્ત સિદ્ધિદાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.
વિવાહ વિનાયક : જે પરિવારોમાં સંતાનોના વિવાહને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેવા પરિવારોમાં વિવાહ વિનાયકની મંત્રયુકત પ્રતિમાની સ્થાપના કરવાથી ધાર્યું ફળ મેળવી શકાય છે. આ પ્રતિમા પર ‘કામની કાન્તકાંશ્રયે નમ:, સકલ કામપ્રદાયકાય નમ:, કામદાય નમ:’ જેવા મંત્રોનો સંપૂટ લાગેલો છે.
ધનદાયક ગણપતિ : જે વ્યક્તિ ધનાઢય થવા માગતી હોય તેમણે ગણપતિજીના આ સ્વરૂપની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને તેમનાં ઘરોમાંથી દરિદ્રતાનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ કાયમ થાય છે. ધનદાયક ગણપતિની પ્રતિમાની સાથે ‘શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, લક્ષાધીશ પ્રિયાય નમ:, કોટિધિશ્વરાય નમ:’ જેવા મંત્રોનું ઉચ્ચારણ થાય છે.
ધન અને સંપત્તિ માટે પારાના ગણેશનું પૂજન : પારાને શિવનું શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. તેને દરેક ધાતુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે કોઈના પણ ઘરમાં, દુકાનમાં કે ગોડાઉન જેવી મહત્વપૂર્ણ જગ્યાએ પારાથી બનાવવામાં આવેલા શિવલિંગ કે ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ત્યાં હંમેશાં સુખ, શાંતિનો મંગળકારી પ્રભાવ રહે છે. પારાના ગણપતિની પ્રતિમાથી તમામ દુખો સમાપ્ત થાય છે.•

You might also like