VIDEO: વિધાનસભા અધ્યક્ષનાં નામની થશે જાહેરાત, 19 ફેબ્રુ.એ કરવામાં આવશે વરણી

ગુજરાતઃ વિધાનસભાનું 19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને 19મી તારીખે જ સત્રનાં પ્રથમ દિવસે વિધાનસભાનાં નવા અધ્યક્ષની પણ વરણી થવાની છે. પરંતુ હજુ સુધી વિધાનસભા અધ્યક્ષ માટેનું નામ શાસક પક્ષ દ્વારા નક્કી કરાયું નથી.

જો કે એવી પણ માહિતી છે કે, વિધાનસભાનાં અધ્યક્ષનાં નામ પરથી 17 ફેબ્રુઆરીએ પડદો ઉંચકાઈ શકે છે. કારણ કે, શાસક પક્ષે 17મીનાં રોજ અધ્યક્ષનાં નામ અંગે સચિવાલયને જાણ કરવી પડશે. ત્યાર બાદ 19મીએ સત્રનાં પ્રથમ દિવસે નવા અધ્યક્ષની વરણી કરવામાં આવશે.

જો કે વિધાનસભાનાં નવા અધ્યક્ષ પદે રાવપુરાનાં ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે. જો કે ભાજપ કયા નેતાનાં નામ પર મહોર લગાવશે તે તો આગામી દિવસોમાં જ જાણી શકાશે.

You might also like