ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 52% થી વધુ મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું. મહાનગર પાલિકાના 8 વોર્ડની 32 બેઠકો પર 108 ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ થઇ ગયું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં અંદાજે 40થી 42 ટકા જેટલું મતદાન નોંધાયું હતી. સાંજે પાંચ વાગ્યા સુધી બહુ મતદાન થયું ન હતું મતદાનની ટકાવારી અંદાજે 52 ટકા પહોંચી હતી.

UPDATE:

ગાંધીનગરઃ મનપા ચૂંટણી મતદાન. અત્યાર સુધીમાં સરેરાશ 52%  થયુ મતદાન

બે વાગ્યા સુધીમાં મનપા ચૂંટણીમાં બે વાગ્યા સુધી સરેરાશ 40% મતદાન

ગાંધીનગરઃ મનપા ચૂંટણી,રાજ્યપાલ  ઓ.પી કોહલીએ ઈ વોટીંગ કર્યુ, 75 ટકા લોકોએ ઈ.વોટીગ કર્યુ

ગાંઘીનગર- મનપા ચુટણી, હજી સુધી કોઈ પણ ગેરરીતી સામે આવી નથી, વરેશ સિંહા

ગાંધીનગરઃ મનપા ચૂંટણીમાં 12 વાગ્યા સુધીમાં 27 ટકા ટકા મતદાન

ગાંધીનગરઃ મનપા ચૂંટણી પ્રથમ ત્રણ કલાકમાં 20 ટકા મતદાન

ગાંઘીનગર મનપા ચૂંટણી. નરેદ્ર મોદીના નાનાભાઈ પંકજ મોદીએ મતદાન કર્યુ. પંકજ મોદીએ પરિવાર સાથે કર્યુ મતદાન

ગાંઘીનગરઃ મનપા ચુંટણી , પ્રથમ બે કલાક માં 12 ટકા અંદાજીત મતદાન થયુ

ગાંધીનગરઃ IAS અધિકારી બી.એન.પાંડે અને તેમના ધર્મપત્નીએ કર્યુ મતદાન, CMOના અધિકારી અમૃત પટેલે પણ કર્યુ મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવ એસ.અપર્નાએ કર્યો મતાધિકારનો ઉપયોગ

મનપા ચુંટણી , પ્રથમ  કલાક માં 6% મતદાન થય

ગાંધીનગરઃ કોંગ્રેસના નિવદેનના સામે ભાજપનો જવાબ્, શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે ભાજપનો પ્રહાર, કોંગ્રેસમાંજ લોકો અસંતોષઃ આઇ.કે.જાડેજા, ભાજપના નેતા આઇ.કે.જાડેડાએ મનપા ચૂંટણીમાં વિજયનો દાવો કર્યો

મનપા ચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા શક્તિસિંહનું નિવદેન,  ભાજપને જનતા જવાબ આપશે, સત્તા લાલચુ કોર્પોરેટરોને પ્રજા જાકોરો આપશે, કોંગ્રેસના કોર્પોરેટરો ભાજપ સાથે જોડાઇ ગયા હતા,  DAની લોલીપોપ ભાજપને હાર દેખાતા આપી

ગાંધીનગરઃ મતદારોને મુખ્યમંત્રીની અપીલ, ટ્વીટર પર ટ્વીટ કરી કરી અપીલ, મોટી સંખ્યામાં મતદાન કરવા લોકોને કરી આપીલ

મનપા ચૂંટણીને લઇને લોકોમાં ઉત્સાહ, સવારથી મતદાન મથકો પર લાંબી લાઇનો લાગી

મનપા ચૂંટણી મતદાન પ્રક્રિયા શરૂ, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કર્યુ મતદાન, સે~ટર-20 ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે મતદાન મથકે કર્યું મતદાન
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જામ્યો છે ચૂંટણીનો જંગ. મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા  બાદ ગાંધીનગરમાં આ બીજી વખત ચૂંટણી યોજાઈ રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં દોઢ લાખ જેટલા મતદારો લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. શહેરના 8 વોર્ડ માટેની 32 બેઠકો માટે આયોજીત સામાન્ય ચૂંટણીમાં 171 ઉમેદવારો જંગમાં છે. 24 એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઈને વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ગયું છે.

આ વખતે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી 8 વોર્ડમાં યોજાશે. જેમાં 32 બેઠકો પર ઉમેદવારો ચૂંટણી લડશે. ગાંધીનગરમાં કુલ 1 લાખ 50 હજાર 268 મતદારો છે. જેમાંથી પુરુષ મતદારો 77 હજાર 696 અને મહિલા મતદારો 72 હજાર 572 છે. જેઓ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 32 બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા 202 મતદાન મથકો ઉભા કરવામાં આવશે, અને 242 ઈવીએમ મૂકવામાં આવશે. તો  મતદાનની પ્રક્રિયાની કામગીરી માટે 1 હજાર જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. જ્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે 800 પોલીસકર્મીઓ તૈનાત કરાશે.

ગાંધીનગર શહેરના 202 મતદાન મથકોમાંથી 53 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જયારે શહેરમાં એકપણ અતિસંવેદનશીલ મતદાન મથક ન હોવાનો મહાનગર પાલિકાના મુખ્ય ચુંટણી અધિકારી તેમજ જિલ્લા કલેકટર રવિશંકરએ જાહેરાત કરી છે.

ગાંધીનગરમાં કોર્પોરેશનની રચના વર્ષ 2011માં થઈ હતી અને આ જ વર્ષના એપ્રિલ મહિનામાં કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ ચૂંટણીમાં એક વોર્ડમાં 3 ઉમેદવારો રહ્યા હતા. જેથી કરીને ગાંધીનગરના મતદારોએ પ્રથમ વખત 3 મત આપવાનો નવો અનુભવ કર્યો હતો. તો આ વર્ષે કોર્પોરેશનમાં 50 ટકા મહિલા અનામત બેઠકો આવવાના કારણે એક વોર્ડમાં ચાર ઉમેદવારો કરવામાં આવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષ ઉમેદવારો છે. આ સાથે જ આ વર્ષે ગાંધીનગરના મતદારો ચાર મત આપવાનો અનુભવ લઈ શકશે. જો કે ચાર મત આપવા ફરજીયાત નથી.

ગાંધીનગરમાં અગાઉ ભાજપને બહુમતિ મળી ન હતી, અને કોંગ્રેસને જનાદેશ મળ્યો હતો, પરંતુ કોંગ્રેસની બળવાખોર ટીમે કેસરીયો ધારણ કરી ભાજપમાં ભળી જતા કોંગ્રેસે શાસન ગુમાવવુ પડયું હતું. ત્યારે આ ટર્મમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી સીધી ટક્કરમાં કોણ કોને મ્હાત આપે છે, કયા પક્ષનો ઝંડો લહેરાય છે, કયા ઉમેદવારની ચૂંટણીમાં શિકસ્ત થાય છે, અને મતદારો કયા પક્ષને મેન્ડેટ આપે છે તે તો હવે 26 એપ્રિલે જ જાણવા મળશે.

You might also like