VIDEO: બિન અનામત વર્ગોનાં આયોગનાં નવા કાર્યાલયનો પ્રારંભ, CM રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન

ગાંધીનગરઃ સેક્ટર-10માં કર્મયોગી ભવન બ્લોક-1નાં છઠ્ઠા માળે આયોગની કચેરી શરૂ કરવામાં આવી છે. આયોગનાં કાર્યાલયનું શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું છે.

આ કાર્યક્રમ દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે,”ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ બિન અનામત વર્ગને ખુશ કરવા માટે સરકાર દ્વારા બિન અનામત વર્ગોનાં આયોગની રચના કરી હતી.

આ આયોગની રચના 6 મહિના પહેલા કરવામાં આવી હ તી. આ આયોગનાં અધ્યક્ષ તરીકે હંસરાજભાઇ ગજેરા, ઉપાધ્યક્ષ તરીકે રશ્મિભાઇ પંડ્યા અને સભ્યો તરીકે નરેન્દ્રભાઇ શાહ, હસમુખભાઇ ભગદેવ તેમજ પ્રદિપસિંહ વાઘેલાની પણ નિમણૂંક કરવામાં આવી છે.”

You might also like