Categories: Gujarat

B’day Special: રાજકીય કાવાદાવા જ નહી પણ સ્વતંત્રતાની ચળવળમાં પણ હતી પાટનગરની ભાગીદારી

અમદાવાદ: આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરનો 52મો જન્મણદિવસ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્થાપનાને આજે 51 વર્ષ પૂર્ણ થયાં છે અને 52મો જન્મદિવસ ઊજવાઇ રહ્યો છે. આજથી 51 વર્ષ પહેલાં 2 ઓગસ્ટ, 1965ના દિવસે ગાંધીનગરના નિર્માણની પ્રથમ ઇંટ મૂકવામાં આવી હતી. રાષ્ટ્ર પિતા ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું છે. ગાંધી બાપુનું નામ પડતાં જો સ્વતંત્રતાની યાદ ન આવે એવું કેમ બને. ત્યારે તમને ખબર છે આ રાજકીય નગરીએ સ્વતંત્રતાની ચળવણીમાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી.

ગાંધીનગર ભલે આજે હરિયાળી નગરી, કર્મચારી નગરી, ક્લીન સીટી, એજ્યુકેશન સીટીનું બિરૂદ મેળવ્યા આજે હવે સોલાર સીટી બનવા જઇ રહી હોય પરંતુ તે પહેલાં ગાંધીનગરે સ્વતંત્રતાની ચળવણમાં પોતાની ભૂમિકા ભજવીને પણ એક બિરૂદ મેળવ્યું. આજે અમને તમને સવિસ્તાર જણાવીશું કે ગાંધીનગરે સ્વતંત્રતાની ચળવણ કેવી ભૂમિકા ભજવી હતી.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર રાજકીય કાવાદાવા અને હરિયાળી માટે જાણીતું છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ગાંધીનગરે પણ આઝાદીની ચળવણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે તમને જણાવીશું કે આઝાદીની ચળવળમાં ગાંધીનગરની કેવી ભૂમિકા રહી હતી. ઇ.સ.1857ના મહાન બળવા દરમિયાન આજના ગાંધીનગરની મહત્વની ભૂમિકા રહી હતી.

પાટણના વણિક મગનલાલ ભૂખણે સિપાઇઓની ભરતી કરી. તેમણે હથિયારો એકઠા કરવા લોદ્રા ગામ પર આક્રમણ કર્યું. આ ગામ ગાંધીનગર જિલ્લાથી 28 કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે ગાંધીનગરને અડીને આવેલું પેથાપુર ગામ હથિયારો બનાવવા માટે પ્રખ્યાત હતું.

ગાંધીનગર જિલ્લાના દેશપ્રેમી પનોતા પુત્ર હિરાલાલ મોતીલાલ ઝવેરીએ ભારતીય ક્રાંતિકારોને મદદ કરી. તેમણે પ્રખ્યાત ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વમૉ વગેરેને મદદ કરી, શ્યામજી કૃષ્ણ વમૉ ભારતના સ્વાતંત્ર્ય માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં ચળવળ ચલાવી હતી.

1916માં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના થઇ. પ્રજામંડળે ડૉ.સુમંતભાઇ મહેતાએ ત્યાં આશ્રમ સ્થાપ્યો અને તેની દેખરેખ હેઠળ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં તેની પહેલી શાખા શરૂ કરી હતી. હકિકતમાં તે સ્વતંત્રતા ચળવળ માટે લોકોને તાલીમ આપવાનું કેન્દ્ર હતું.

ગાંધીનગર જિલ્લાના લોકો 1930ની સત્યાગ્રહ ચળવળ દાંડીકૂચમાં જોડાયા હતા. ઉનાવાના વિદ્યાર્થી આશ્રમે બુલેટીનો સાઇકલોસ્ટાઇલ કરાવી દૂરના સ્થળોએ વહેંચવા માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી. આશ્રમે તેના સ્થાપકના માર્ગદર્શન હેઠળ માંદા અને ભૂગર્ભ કાર્યકરોને ખાનગી આશ્રય આપ્યો હતો.

બ્રિટીશ તપાસ અધિકારીઓએ આશ્રમની મુલાકાત લીધી પણ તે આશ્રમમાં દેશદ્રોહ કહેવાય તેવું કંઇ શોધી શક્યા નહીં. ગાંધીનગર જિલ્લાના રાંધેજાના વતની ડાહ્યાભાઇ શુક્લએ મુંબઇમાં સત્યાગ્રહી તરીકે સક્રિય ભાગ લીધો.

તેમણે મુંબઇમાં યુરોપિયનોની દુકાનો આગળ સત્યાગ્રહ કર્યો. તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને કેદ કરવામાં આવ્યા અને દેવલાલી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સભા-સરઘસ અને હડતાળ સામાન્ય બન્યાં ત્યારે રાંધેજાના બે શિક્ષકો પણ સત્યાગ્રહ ચળવળમાં જોડાયા હતાં.

આ દિવસોમાં સી. પી. મુનિ નામના સામાજીક કાર્યકરે રાંધેજામાં મુકામ કર્યો હતો. તેણે જુદા જુદા ગામોમાં જઇ, સભાઓ યોજી અને પ્રવચનો યોજી જિલ્લાના લોકોને જાગૃત કર્યા હતાં.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

21 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

21 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

21 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

21 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

21 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

21 hours ago