FTIIના વિદ્યાર્થીઅોઅે ડિરેક્ટરને કલાકો સુધી બંધક બનાવ્યા

પુણેઃ પુણે ફિલ્મ ઇિન્સ્ટટ્યૂટના ડિરેક્ટર પ્રશાંત પાથરાવને કેમ્પની અંદર વિદ્યાર્થીઅોઅે ગઈકાલે કેટલાક કલાકો સુધી બંધક બનાવી દીધા હતા. જ્યારે પોલીસ બોલાવાઈ ત્યારે વિદ્યાર્થીઅોઅે પ્રશાંતને છોડી દીધા. ડિરેક્ટર વિદ્યાર્થીઅો સાથે વાતચીત કરી રહ્યા હતા. પોલીસ હજુ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર હાજર છે. વિદ્યાર્થીઅોઅે સોમવારે સાંજે સંસ્થાના ડિરેક્ટર પ્રશાંત પાથરાવનો તેમના કાર્યાલય બહાર ઘેરાવ કર્યો.  

વિદ્યાર્થીઅોઅે ૨૦૦૮ બેન્ચના વિદ્યાર્થીઅોની અધૂરી ડિપ્લોમા ફિલ્મ પરિયોજના અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયના અાદેશ પર હાલના અાકલન અંગે તેમની પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું. પાથરાવે એફટીઅાઈઅાઈ કેમ્પર્સ અોફિસમાં વિદ્યાર્થીઅો સાથે હાજર હતા અને તેમણે સમર્થન અાપ્યું કે વિદ્યાર્થીઅોઅે તેમને ઘેરી લીધા હતા. જો કે હવે તેઅો સુરક્ષિત છે. 

એફટીઅાઈઅાઈના વિદ્યાર્થી છેલ્લા ૬૮ દિવસોથી હડતાળ પર છે. એફટીઅાઈઅાઈના વિદ્યાર્થીઅો ઇન્સ્ટિટ્યૂટના  ચેરમેનના પદ પર ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિનો વિરોધ કરી રહ્યા છે. ચૌહાણને હટાવવાની માગ લઈને અા વિદ્યાર્થીઅો ૬૮ દિવસથી હડતાળ પર છે. એફટીઅાઈઅાઈ વિદ્યાર્થી એસોસિઅેશને એક નિવેદનમાં કહ્યું કે ડિરેક્ટરે અમને કહ્યું હતું કે મંત્રાલય ચૌહાણને હટાવવાના પક્ષમાં નથી. ભલે તમે વિરોધ પ્રદર્શન કરો. 

વિદ્યાર્થીઅોને ડિરેક્ટરે કહ્યું કે હવે અા મુદ્દા પર જોઈન્ટ સેક્રેટરી સાથે ડાયરેક્ટ વાત કરો. સ્ટુડન્ટ અેસોસિયેેશનના પ્રતિનિધિ રંજિત નાયબે જણાવ્યું કે જોઈન્ટ સેક્રેટરીઅે તો વાતચીત કરવાનો જ ઇન્કાર કરી દીધો છે. ૫ અોગસ્ટના રોજ એફટીઅાઈઅાઈના ડિરેક્ટરે ૨૦૦૮ બેન્ચના વિદ્યાર્થીઅોને હોસ્ટેલ ખાલી કરવાનો અાદેશ અાપ્યો. અા મુદ્દા પર વિદ્યાર્થીઅોનું કહેવું હતું કે પ્રોજેક્ટ પૂરો કર્યા વગર હોસ્ટેલ ખાલી કરવાનું ફરમાન તર્કહીન અને અયોગ્ય છે. 

વિદ્યાર્થી અેસોસિયેેશનનું કહેવું છે કે અા અાદેશ સંપૂર્ણ રીતે રાજકારણથી પ્રેરિત છે. વિદ્યાર્થીઅોઅે કહ્યું કે તેઅો હોસ્ટેલમાં એટલે છે કેમ કેમ કે તેમના કામ પૂરા થયા નથી.

 

 

 

 

 

 

 

You might also like