Categories: India

ભારત અને થાઇલેન્ડ વચ્ચે રામનાં સમયથી સંબંધો : મોદી

નવી દિલ્હી : થાઇલેન્ડનાં વડાપ્રધાન પ્રયુત ચાન ઓ ચાએ ભારતની મુલાકાત સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંન્ને દેશો વચ્ચે રામપ્રતાપ અને બુદ્ધની બુદ્ધીમાનીનાં સમયથી સંબંધો છે. બંનને દેશો વચ્ચે સમાન સંસ્કૃતી રહી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે બંન્ને દેશોનાંવડાપ્રધાને સંસ્કૃતી, વાણીજ્ય, સંપર્ક અને સુરક્ષા ક્ષેત્રે દ્વિપક્ષી સંબંધો અંગે ચર્ચા કરી હતી.વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે સુરક્ષાનાં મુદ્દે બંન્ને દેશોની ભાગીદારીથી બંન્ને દેશનાં લોકો ખતરાથી દુર રહેશે.

વડાપ્રધાને જણાવ્યું કે સંરક્ષણ અને સમુદ્રી ક્ષેત્રોમાં બંન્ને દેશોની ભાગીદારી અંગે સંમતી સધાઇ ચુકી છે. બંન્ને દેશો સમુદ્રી લૂંટની સામે મળીને લડશે. નૌસૈનિક પેટ્રોલિંગ, સુરક્ષા અને સંશોધન ક્ષેત્રમાં સંયુક્ત કામગીરી કરશે. શુક્રવારે જ બંન્ને દેશનાં જોઇન્ટ બિઝનેસ ફોરમની પણ બેઠક યોજાઇ હતી. મોદીએ કહ્યું કે ભારત થાઇલેન્ડથી આવનારા મોટા ભાગનાં યાત્રીઓનું સ્વાગત કરશે. ટુંકમાં જ થાઇલેન્ડનાં નાગરિકોનાં માટે ડબલ એન્ટ્રી ઇ ટૂરિસ્ટ વિઝાની સુવિધા પણ ચાલુ કરવામાં આવશે.

ભારતનાંવડાપ્રધાને કહ્યું કે થાઇલેન્ડની પશ્ચિમની તરફ જુઓ નીતી અને ભારતની પુર્વની તરફ જુો બંન્ને દેશોની વચ્ચે ભાગીદારીનાં નવા આયામો ખોલશે. મોદીએ થાઇલેન્ડનાં વડાપ્રધાનને કહ્યું કે અમારા ઉચ્ચ સ્તરનાં રાજનીતીક આદાનપ્રદાન માટે તમારી ભારત યાત્રા યોગ્ય સમયે યોજાઇ છે. ભારત અને થાઇલેન્ડનાં વડાપ્રધાનો વચ્ચે વ્યાપક ભાગીદારીની શરૂઆત માટે શુક્રવારે બંન્ને દેશોનાં પ્રતિનિધિમંડળની ચર્ચાની શરૂઆત થઇ.

Navin Sharma

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

14 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

14 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

14 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

15 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

15 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

15 hours ago