Independence Day Special : આ શહેરમાં ૧૫ ઓગસ્ટે ફ્રી માં જોવા મળશે ‘રુસ્તમ’

લખનૌ જિલ્લા પ્રશાસને શહેરના બધા મલ્ટીપ્લેક્સમાં ૧૫ ઓગસ્ટના દિવસે બોલિવુડ ફિલ્મ ‘રુસ્તમ’ નો એક શો ફ્રીમાં બતાવવાનો આદેશ આપ્યો છે. જિલ્લાધિકારી રાજશેખરે જણાવ્યું કે, આવું કરવાનું કારણ દેશભકિતની ભાવના પેદા કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશની રાજધાનીમાં ૮ મલ્ટીપ્લેક્સમાં કુલ ૧,૭૦૪ સીટ છે. અધિકારીએ જણાવ્યું કે, ફિલ્મની ટિકિટ પહેલા આઓ, પહેલા મેળવોના આધાર પર છે. અલગ-અલગ સિનેમાઘરોમાં ૧૦ ટકા સીટો ‘દિવ્યાંગો’ માટે આરક્ષિત છે અને ૩૩ ટકા વરિષ્ઠ નાગરિકો અને સ્કૂલો અને કોલેજોના વિધાર્થીઓ માટે ૩૩ ટકા સીટ છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમાર વર્ષમાં ૪ ફિલ્મો કરે છે અને આ વર્ષની શરૂઆત તેમણે ‘એરલિફ્ટ’ થી કરી હતી. જેને દર્શકો અને ક્રિટીક્સ દ્ધારા ખૂબ વખાણવામાં આવી હતી. ત્યારબાદ ‘હાઉસફૂલ ૩’ અને હવે તેમની ફિલ્મ ‘રુસ્તમ’ રિલીઝ થઈ ગઈ છે.

You might also like