એરપોર્ટ પર નોકરી અપાવવાના બહાને મહિલા પાસેથી ૧૬ લાખ પડાવી લીધા

અમદાવાદ, ગુરુવાર
એરપોર્ટ પર ચેકર તરીકે નોકરી અપાવવાનું કહીને એક પરિણીતા સાથે ૧૬ લાખ રૂ‌પિયાની છેતર‌િપંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. નોકરી મેળવવા માટે એરપોર્ટ અધિકારીઓને રૂ‌પિયા આપવા પડશે તેવું કહીને યુવકે કટકે-કટકે ૧૬ લાખ રૂ‌પિયા પડાવી લીધા હતા. પરિણીતાએ યુવકના ખાતામાં પ૦ વખત રૂ‌પિયા ટ્રાન્ઝેકેશન કર્યાં હતાં.

વટવા ગામમાં આવેલ વણકરવાસમાં રહેતી ૩૧ વર્ષીય ઇલાબહેન અમિતભાઈ સોલંકીએ વટવા પોલીસ સ્ટેશનમાં ૧૬ લાખ રૂ‌પિયાની છેતર‌િપંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે એરપોર્ટ પર નોકરી જોઇતી હોય તે માટે વર્ષ ર૦૧પમાં જાહેરાત આવી હતી. ઇલાબહેનને નોકરીની જરૂર હોવાથી સંદીપ નામના યુવક સાથે તેમનો સંપર્ક થયો હતો. એરપોર્ટ પર નોકરી મેળવવા માટે પપ૦ રૂ‌પિયાનું ફોર્મ ભરીને એરપોર્ટ ઓથો‌િરટીને મોકલવું પડશે તેવું કહીને સંદીપે ઇલાબહેન સાથે વાત કરી હતી.

સંદીપની વાત પર વિશ્વાસ કરીને ઇલાબહેને પપ૦ રૂ‌પિયા અને ૩૦પ૦ રૂ‌પિયા સંદીપના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. થોડાક દિવસ પછી સંદીપે ઇલાબહેનને ફોન કર્યો હતો અને તમારે એરપોર્ટ પર કઇ પોસ્ટ પર નોકરી કરવી છે તેમ કહ્યું હતું. ઇલાબહેને ધોરણ ૧ર સુધી અભ્યાસ કર્યો હોવાથી એરપોર્ટ પર ચેકર તરીકે નોકરી મળશે, જેનો માસિક પગાર ૩૭ હજાર રૂ‌પિયા રહેશે તેવું સંદીપે જણાવ્યું હતું. ૩૭ હજાર રૂ‌પિયા પગારનું સાંભળીને ઇલાબહેને ચેકર
તરીકે નોકરી કરવાની હા પાડી દીધી હતી.

નોકરીની ફાઇલ એરપોર્ટ ખાતે મોટા સાહેબ આગળ મૂકવાની હોઈ જે પાસ કરવા માટે રૂ‌પિયા આપવા પડશે તેવી વાત સંદીપે ઇલાબહેનેને કરી હતી. સંદીપની વાત પર ભરોસો કરીને ઇલાબહેને પ૦ વખત સંદીપના ખાતામાં ૧૬ લાખ રૂ‌પિયા ભર્યા હતા.

દાગીના ગીરવે મૂકીને તેમજ એફડી તોડાવીને સંદીપને ૧૬ લાખ રૂ‌પિયા આપી દીધા હોવા છતાંય બે વર્ષથી એરપોર્ટ પર નોકરી નહીં મળતાં તેણે વટવા પોલીસ સ્ટેશનમાં સંદીપ વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. થોડાક સમય પહેલાં ઇલાબહેને સંદીપને નોકરીનું શું થયું તે પૂછવા અંગે ફોન કર્યો હતો ત્યારે ફાઇલ સાહેબના ટેબલ પર પડી હોવાનું કહ્યું હતું. ઇલાબહેનની ફરિયાદના આધારે વટવા પોલીસે સંદીપ અને તેના સાગરીતો વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

You might also like