વાર્ષિક પગાર પરના જીએસટીની રકમ એડ્વાન્સ જમા કરાવવાનું કહી છેતરપિંડી

અમદાવાદઃ ખાનગી કંપનીમાં ફ્રીલાન્સર તરીકે નોકરી અાપવાનું જણાવી લોકો પાસેથી જીએસટી પેટે પૈસા પડાવી છેતરપિંડી કરવાનું કૌભાંડ સામે અાવ્યું છે. અોનલાઈન ખાતામાં પૈસા જમા કરાવીને છેતરપિંડી અાચરવામાં અાવતાં બેન્કના ખાતાધારક સહિતના લોકો સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં અા મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બેન્ક અોફ ઇન્ડિયાની ગોમતીપુર શાખામાં ૨૪ જાન્યુઅારીના રોજ વિશ્વનાથન રામાસ્વામી નામના વ્યક્તિઅે ઇ-મેઇલ કરીને ગોમતીપુર શાખામાં જ ખાતું ધરાવતા શામજીભાઈ જીવાભાઈ પરમારના ખાતાની વિગતો માગી હતી. િવશ્વનાથને બેન્કને કરેલા ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે તેમનાં પત્ની લક્ષ્મી વિશ્વનાથનના ઇ-મેઇલ એડ્રેસ પર salary.cubictechnology@gmail.com પરથી ઇ-મેઇલ અાવ્યો હતો, જેમાં લક્ષ્મી વિશ્વનાથને ક્યુ‌િબક ટેકનોલોજી નામની કંપનીમાં ફ્રીલાન્સર તરીકે નોકરી અાપવા માટે જણાવ્યું હતું.

માસિક પગાર ૨૪ હજાર લેખે વાર્ષિક પગાર રૂ. ૨.૮૮ લાખ થતો હોઈ તેના ૧૮ ટકા જીએસટીના પૈસા એડ્વાન્સ બેન્કમાં જમા કરાવશો તો જીએસટી અને ઇન્સે‌િન્ટવની રકમ ૧૫ મિનિટમાં તમને મળી જશે. રકમ મેળવવા માટે જાહ્નવી પંડ્યા નામની મહિલાનો મોબાઈલ નંબર પણ ઇ-મેઇલમાં અાપવામાં અાવ્યો હતો.

ઇ-મેઇલ પર ભરોસો કરીને ૨.૮૮ લાખનાે જીએસટી ૧૮ ટકા પેટે ૫૧,૮૪૦ થાય, પરંતુ જીએસટીની રકમના ૧૮ ટકા લેખે રૂ. ૯૩૩૧ બેન્ક અોફ ઇન્ડિયાની ગોમતીપુર શાખામાં શામજીભાઈ જીવાભાઈ પરમારના ખાતામાં જમા કરાવ્યા હતા.

પૈસા જમા કરાવ્યા બાદ પગારના પૈસા રૂ. ૩૮ હજાર બેન્કમાં જમા ન થતાં જાહ્નવી પંડ્યાના મોબાઈલ નંબર પર ફોન કરવામાં અાવ્યો હતો, પરંતુ મોબાઈલ ફોન બંધ અાવતાં છેતરપિંડીની જાણ થઈ હતી. બેન્કના મેનેજરે શામજીભાઈ પરમારના બેન્ક એકાઉન્ટની તપાસ કરતાં ૧ જાન્યુઅારી, ૨૦૧૮થી ૨૫ જાન્યુઅારી, ૨૦૧૮ સુધી રૂ. ૩ લાખથી વધુ બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા.

જમા થયેલા અા પૈસા એટીએમ દ્વારા ઉપાડવામાં પણ અાવતા હતા. છેતરપિંડી અંગે જાણ થતાં બેન્કે શામજીભાઈ પરમારના અે ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી. અા અંગે બેન્ક મેનેજર રાજેશચંદ્ર રમણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.

You might also like