Categories: World

ફ્રાન્સના એરક્રાફટ કેરિયરે કમાન સંભાળીઃ IS પર જોરદાર બોમ્બમારો

પેરિસ: ફ્રાન્સે સિરિયા અને ઇરાકમાં ત્રાસવાદી સંગઠન આઇએસના અડ્ડાઓ પર હુમલા વધુ તેજ કરી દીધા છે. ફ્રાન્સે આઇએસ વિરુદ્ધ પ્રથમવાર એરક્રાફટ કેરિયર ચાર્લ્સ દ ગૌલેનો ઉપયોગ કરીને જોરદાર બોમ્બમારો કર્યો છે. ફ્રાન્સના લશ્કરે સોમવારે મોડી રાત્રે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અમે બે અડ્ડાઓને નિશાન બનાવી તહસનહસ કરી નાખ્યા છે.

ફ્રાન્સે જે પાવરફુલ એરક્રાફટનો ઉપયોગ આઇએસના અડ્ડા નાબુદ કરવા માટે કર્યો છે તે એરક્રાફટ ન્યુક્લિયર પાવર્ડ છે. એટલે કે તેમાં અણુ મિસાઇલો હોય છે. જેને ગમે ત્યારે છોડી શકાય છે. તેના પર ર૬ ફાઇટર જેટ એક સાથે પાર્ક થઇ શકે છે અને આ તોતિંગ જહાજની ઊંચાઇ ૭પ મીટર છે.
ર૦૦૧માં જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ અમેરિકાનાં વડપણ હેઠળ જંગ શરૂ કર્યો હતો ત્યારે પણ આ જહાજને હિંદ મહાસાગરમાં તહેનાત કરવામાં આવ્યું હતું. તેના પરથી ફાઇટર પ્લેન ઉડાન ભરીને અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરતા હતા.

ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન જેન યુએસ લે ડેરિયને આઇએસના અડ્ડા પર હુમલા તેજ કર્યાનો સંકેત આપતાં જણાવ્યું હતું કે અમે પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં એરક્રાફટ ગોઠવી દીધાં છે. જોર્ડન અને યુએઇથી ફ્રાન્સના ૧ર ફાઇટર જેટ સતત ‌િસરિયા માટે ઉડાન ભરી રહ્યાં છે. ફ્રાન્સે તાજેતરના હુમલામાં કેટલા બોમ્બ સિરિયા પર વરસાવ્યા છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ જોરદાર હુમલા સતત જારી છે.

admin

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

8 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

8 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

9 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

11 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

12 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

12 hours ago