દરરોજ ચાર કપ કોફી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન નથી થતું

અવારનવાર કોફીના વધુપડતા સેવનને કારણે સ્વાસ્થ્ય પર થતી સારીમાઠી અસરો વિશેના અભ્યાસો બહાર અાવે છે. અા વખતે કોફીપ્રેમીઓ માટે ખુશખબર છે. યુરોપની ફૂડ એન્ડ કેમિકલ ટોક્સિકોલોજીના નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં બહાર અાવ્યું છે કે રોજનું ૪૦૦ મિલીગ્રામ જેટલું કેફીન શરીરમાં જાય તો એનાથી કોઈ જ નુકસાન નથી થતું. અભ્યાસીઓએ ૨૦૦૧થી ૨૦૧૫ દરમિયાન થયેલા લગભગ ૭૪૦ અભ્યાસોનુ વિશ્લેષણ કરીને તારવ્યું હતું કે લગભગ ચાર કપ કોફી પીવામાં અાવે તો એમાં રહેલું કેફિન પુખ્તો માટે નુકસાનકારક નથી હોતું.
http://sambhaavnews.com/

You might also like