3G, 4G બાજુ પર મૂકો અને થઈ જાઓ તૈયાર 5G માટે, વાંચો વધુ

નવી દિલ્લી: ભારત 2G, 3G અને 4G ટેક્નોલોજી અપનાવવામાં વિશ્વના મોટા મોટા દેશોથી અનેક સ્તરે પાછળ રહ્યું છે, પરંતુ સરકાર વહેલી તકે દેશમાં 5G લાવવા માંગે છે. 2020 સુધી તેનું કોમર્શિયલ લોન્છ થઈ શકે છે. 5G ટેક્નોલોજી પર કામ કરવા માટે સરકાર તરફથી બનાવવામાં આવેલી એક રિસર્ચ ટીમે અત્યાર સુધી 100 પેટન્ટ માટે એપ્લિકેશન દાખલ કરી હતી, જેમાંથી લગભગ 10ને પરમિશન મળી ગઈ છે. 5G વાયરલેસ નેટવર્કનું પાંચમુ જનરેશન છે. તેનાથી એન્ડ યુઝર્સને વધારે સ્પીડ મળશે અને એમાં ડ્રાઇવરલેસ કાર અને હોમ અપ્લાયન્સ જેવા અનેક ડિવાઇસને કનેક્ટ કરવાની ક્ષમતા હશે.
રિસર્ચ ટીમ સાથે જોડાયેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, હૈદરાબાદના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર કિરણ કુચીએ જણાવ્યું કે અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ કારણ કે 5G વધારે દૂર નથી. ટીમમાં આઈએસસી, બેંગ્લોર, IIT મુંબઈ, IIT હૈદરાબાદ, IIT ચેન્નઈના રિસર્ચ પણ શામેલ છે.
આ પ્રયાસમાં સરકારને પ્રાઇવેટ કંપનીઓની પણ મદદ મળી રહી છે. દેશના ટેલિકોમ માર્કેટમાં તાજેતમાં જ પ્રવેશનારી રિલાયન્સ જિયો અને ટાટા ટેલીસર્વિસ જેવી ટેલિકોમ કંપનીઓ સિવાય અનેક સ્ટાર્ટઅપ્સ પણ આમાં યોગદાન આપી રહ્યા છે.

You might also like