JNU:કનૈયા 6 મહિનાનાં વચગાળાનાં જામીન પર બહાર

નવી દિલ્હી : દેશદ્રોહનાં આરોપમાં જેલવાસમાં રહેલા કનૈયાને આજે છોડી મુકવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, જેએનયુનાં વિદ્યાર્થી સંઘનાં નેતા કનૈયા કુમારે બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં વચગાળાનાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે જે ગ્રાહ્ય રાખ્યા બાદ તેને તિહાડમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. કનૈયાનાં જામીન અંગેની સંપુર્ણ કાર્યવાહી પુરી થઇ ગઇ હતી. દિલ્હી સરકારે પણ કનૈયાને વધારે એક રાહત આપતા તેને દેશદ્રોહ કેસમાં કનૈયાની ક્લિનચીટ આપવામાં આવી હતી. કનૈયાની જામીન અરજી કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા બાદ કનૈયા મુક્ત થઇ ચુક્યો છે.
દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય આવ્યા પછી જસ્ટિસ પ્રતિભા રાની સામે પણ નારેબાજી કરનારા લોકો વિશે કહ્યું કે વિદ્યાર્થીઓમાં જે પ્રકારનું ઇન્ફેક્શન ફેલાઇ રહ્યું છે તેને અટકાવવું જોઇએ. જો એન્ટી બાયોટિકથી ઇન્ફેક્શન કંટ્રોલ થાય તો બીજા તબક્કાનો ઇલાજ ચાલુ કરી દેવો જોઇએ.ઘણી વખત ઓપરેશન કરવું પણ જરૂરી હોય છે. આશા છે કે કનૈયાએ વિચાર્યું હશે કે આ પ્રકારની ઘટનાં શા માટે ઘટી ? આવી પરિસ્થિતીમાં પારંપારિક પદ્ધતી અપનાવીને તેને વચગાળાનાં જામીન આપવામાં આવે છે. કોર્ટે એવું પણ કહ્યું કે દિલ્હી પોલીસને તપાસ માટે વિદ્યાર્થીઓએ મદદ કરવી જોઇએ.
વકીલોએ જણાવ્યું કે આ પ્રકારે જામીન આપવા એ કોઇ નવો ટ્રેન્ડ નથી. ઓ્ડર મળ્યા બાદ જ અમારે વધારે ડિટેઇલમાં કંઇક કહી શકીએ. આ જામીનનાં કારણએ દિલ્હી પોલીસની તપાસને કોઇ પણ અસર નહી થાય. પોલીસે જણાવ્યું કે અમારી પાસે યોગ્ય પુરાવા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં આરોપી ઉમર ખાલિદ અને અર્ણિબાન ભટ્ટાચાર્યને દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટે મંગળવારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માટે મોકલી આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે વીડિયા સાથે પણ ચેડા થયા હોવાનો અહેવાલ આવ્યો હતો.

You might also like