થરાદ નજીક ખોડા ચેકપોસ્ટ પાસે માટીનાં કટ્ટાંની આડશમાં વિદેશી દારૂની હેરાફેરી

અમદાવાદ: બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં ઘૂસાડવા માટે બુટલેગરો અનેક નીતનવા કીમિયા અજમાવે છે. થરાદ નજીક ખોડા ચેકપોસ્ટ નજીક પોલીસે માટીનાં કટ્ટાની આડશમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ બે શખસની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ અધિકારીને બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક થરાદ નજીક આવેલી ખોડા ચેકપોસ્ટ પાસેથી પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કર્યું હતું.

દરમ્યાનમાં વહેલી સવારે માટીનાં કટ્ટા ભરેલી ટ્રક પસાર થતા પોલીસે ટ્રકને રોકી તલાશી લેતા માટીનાં કટ્ટા નીચે છૂપાવેલો આશરે રૂ.૧૩ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે શખસની ધરપકડ કરી રપ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

You might also like