વિદેશી કંપનીએ કરી પતંજલિને ઑફર, 50 કરોડ આપી ભાગીદારી કરવા તૈયાર

0 3

નવી દિલ્હી, શનિવાર
બાબા રામદેવની કંપની પતંજલિમાં હવે વિદેશી કંપનીઓને પણ રસ પડવા લાગ્યો છે, જેમાં ફ્રાન્સના લકઝરી ગ્રૂપ એલવીએમએચને પતંજલિના આયુર્વેદમાં ભાગીદાર બનવામાં રસ પડ્યો છે.

આ અંગે એલ કેટર્ટન એશિયાના મેનેજિંગ પાર્ટનર રવિ ઠાકરાને જણાવ્યું કે જો કોઈ મોડલ શોધી શકીશું તો અમે તેમની સાથે ચોક્કસ બિઝનેસ કરીશું, જોકે તેમણે જણાવ્યું હતું કે તેમના મોડલમાં મ‌િલ્ટનેશનલ અને વિદેશી રોકાણની આવશ્યકતા લાગતી નથી તેવું મને લાગે છે.

એલવીએમએચની ભાગીદારીવાળા એલ કેટર્ટન પ્રાઈવેટ ઈકિવટી ફંડ તેના એશિયા ફંડમાં બચેલી રકમના ૫૦ ટકા એટલે ૫૦ કરોડ ડોલર (લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા) થી પતંજલિમાં ભાગીદારી માટે તૈયાર છે. પતંજલિ છેલ્લાં કેટલાંક વર્ષમાં દેશની મોટી એફએમસીજી કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.

તેણે હિન્દુસ્તાન યુનિલીવર, કોલગેટ પામોલિવ અને ડાબર જેવી ગ્લોબલ અને સ્થાનિક કંપનીઓને તેના આયુર્વેદિક પ્રોડકટ પોર્ટફોલિયોને વિસ્તારવા મજબૂર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પતંજલિ હવે વૈશ્વિક કંપની બની શકે તેમ છે અને પતંજલિ તેની પ્રોડક્ટ્સ અમેરિકા, જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપમાં પણ વેચી શકે તેમ છે તેમાં એલ કેટર્ટન તેને મદદ કરશે. કંપનીમાં સ્ટોક લેવાની સંભાવના ભલે ન હોય, પરંતુ પતંજલિ ફં‌ડિંગની  તલાશમાં છે. રામદેવે ખુદને એ‌િન્ટ મ‌િલ્ટનેશનલ બિઝનેસમેન તરીકે ઓળખ આપી છે અને તેઓ સ્વદેશીના હિમાયતી છે.

તેથી થોડાં જ વર્ષમાં તેમની કંપની ઘણી મોટી બની ગઈ છે, દરમિયાન પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણે જણાવ્યું કે અમે કંપનીમાં ભાગીદારી વેચવા નથી માગતા. તેમણે જણાવ્યું કે પતંજલિ ભારતીય કરન્સીમાં ૫૦૦૦ કરોડનું કરજ લેવા માગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે કંપનીને બેન્કમાંથી ઓછા દરે લોન મળવાની આશા છે.

loading...

Leave A Reply

Your email address will not be published.