Forbesની ટોપ 100ની યાદીમાં સલમાન નંબર 1, વિરાટ ટોપ થ્રીમાં

નવી દિલ્હીઃ ફોર્બ્સ મેગેઝીને વર્ષ 2016માં ભારતમાં સૌથી વધારે કમાણી કરનાર સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં ટોપ પર સલમાન ખાન છે. ફોર્બ્સ પ્રમાણે 2016માં સલમાન ખાનની આવક 270.33 કરોડ રૂપિયા હતી. આ રીતે તે દર કલાકે 3 લાખથી પણ વધારે પૈસા કમાતો હતો. આ લિસ્ટમાં બોલિવુડ સ્ટાર્સ સિવાય  કેટલાક ક્રિકેટરોના નામ પણ છે.

વર્ષ 2016 પર સુલ્તાનનો દબદબો રહ્યો છે. આદિત્ય ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મમાં 50 વર્ષના સલમાન ખાને ટાઇટમ રોલ કરીને 2016 ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી 100 લિસ્ટમાં કબજો કરી લીધો છે. સલમાન ખાનને વર્ષ 2015ના અંતમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં સફળતા મળી હતી. જ્યારે વર્ષ 2016માં સુલ્તાને બધાને પાછળ કરી દીધા છે.

સલમાન અને શાહરૂખ નંબર વનની પોજીશન માટે ટક્કર લઇ રહ્યાં છે. ગત વર્ષે કમાણીના મામલે શાહરૂખ ખાન નંબર વન પોજિશન પર હતો. ગત વર્ષે શાહરૂખ ખાને 287 કરોડ રૂપિયની કમાણી કરી હતી. ક્રિકેટર વિરાટ કોહલી પણ આ વખતે ટોપ કમાણી કરનાર સેલિબ્રિટીમાં શામેલ થઇ ગયો છે. વિરાટ કોહલી 134.44 કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા સ્થાન પર છે. ગત વર્ષ વિરાટ 7માં સ્થાન પર હતો.

home

You might also like