BMC ચૂંટણીના અગાઉ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને કોબરા ગણાવતા વિવાદ

મુંબઇ : મહારાષ્ટ્ર સરકારમાં ભાજપનું સહયોગી એવા શિવસેનાએ હવે ભાજપ વિરુદ્ધ ઝેર ઓકવાનું ચાલુ કરી દીધું છે. બીએમસી ચૂંટણીથી માત્ર 2 દિવસ પહેલા શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપની કોબરા સાથે તુલના કરી હતી. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ સરકારે શિવસેનાનું સમર્થન પાછુ લેવાનાં મુદ્દે ચાલી રહેલી અટકળો વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે જાહેરાત કરી છે કે જો તેવુ થશે તો એનસીપી ફડણવીસ સરકારને સમર્થન નહી આપે.

21 ફેબ્રુઆરીએ યોજાનાર બીએમસી ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખે એક રેલીમાં ભાજપ પર હોબાળો કર્યો હતો. તેમણે ગત્ત 25 વર્ષોથી અમારી ગઠબંધન કોબરા સાથે હતા જે પોતાનું માથુ ઉચકવા લાગ્યા છે. મને ખ્યાલ છે કે તેને કેવી રીતે દબાવવું જોઇએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ફડણવીસ પર જનતાને ખોટા આરોપો લગાવવાનો આરોપ પણ લગાવ્યો.

ઉલ્લેખનીય છે કે, શિવસેના અને ભાજપની વચ્ચે 25 વર્ષો સુધી ગઠબંધન રહ્યું છે પરંતુ સમયની સાથે બંન્નેના સંબંધોમાં કડવાટ વધી ગયો છે. હાલનાં જ વિવાદ બીએમસી ચૂંટણી પહેલા સિટોની વહેંચણી મુદ્દે થઇ હતી. શિવસેનાએ કુલ 227 સીટોમાંથી માત્ર 60 સીટો ભાજપને આપવાની જાહેરાત કરી હતી જેને ભાજપે પોતાનું અપમાન ગણાવ્યું અને ફગાવી દીધી હતી.

You might also like