Live: પહેલીવાર SCના ચાર જજની પ્રેસ કોન્ફરન્સ, ભ્રષ્ટાચાર અંગે કર્યાં ખુલાસા, CJI ફરિયાદ સાંભળી નહીં

સુપ્રિમ કોર્ટના ચાર ન્યાયાધીશ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. દેશમાં આવું પહેલીવાર બની રહ્યું છે કે સુપ્રિમ કોર્ટના ચાર જજ એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે તેઓ કેટલાક મહત્વના ખુલાસા કરી શકે છે.

જસ્ટિસ જે. ચેલમેશ્વર સહિતના ચાર જજોએ પત્રકાર પરિષદ કરી હતી અને મીડિયા સમક્ષ કેટલાક ખુલાસા કરવા જરૂરી હતા, તેવું જણાવ્યું હતું.  જજ ચેલમેશ્વરના તુગલક રોડ પર આવેલા ઘરે જ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જો કે તેમણે કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી નથી.

સુપ્રિમ કોર્ટના ચાર ન્યાયાધીશ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. દેશમાં આવું પહેલીવાર બની રહ્યું છે કે સુપ્રિમ કોર્ટના ચાર જજ એકસાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે તેઓ કેટલાક મહત્વના ખુલાસા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રેસ કોન્ફરન્સમાં જજ ચેલમેશ્વર, રંજન ગોગોઈ, જજ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ છે.

દ્વારા પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા કેટલાય મહિનાથી સુપ્રિમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. સુપ્રિમ કોર્ટની વ્યવસ્થા પણ બદલાઈ રહી છે. જો આવું જ ચાલતું રહેશે તો લોકતંત્ર યોગ્ય રીતે ચાલશે નહીં.

જજ ચેલમેશ્વરે જણાવ્યું હતું કે, અમે સુપ્રિમની વ્યવસ્થા અંગે CJI (ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા)ને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નથી. જેથી અમારે મીડિયા સમક્ષ આવવું પડ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘જો અમે હજુ પણ નહીં બોલીએ તો લોકતંત્ર ખત્મ થઈ જશે. અમે ચીફ જસ્ટિસ સામે અનિયમિતતાઓ અંગે ચર્ચા કરી છે. ચાર મહિના પહેલા અમે ચાર ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસને એક પત્ર લખ્યો હતો. જે સુપ્રિમના પ્રશાસન વિશે હતો અને અમે કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે.’

You might also like