આ ખાવાથી વિટામિન A ની ઉણપ થાય છે દુર….

શરીર માટે વિટામિન A ની જરૂરિયાત ઘણી રીતે જરૂરી હોય છે. શરીરને નિયમિત રીતે વિટામિન્સ નું પ્રમાણ પુરુ પાડવુ જોઈએ. આ વિટામિન્સમાં વિટામિન A પણ શરીર માટે ઘણું ફાયદાકારક સાબિત થતુ હોય છે. વિટામિન A ત્વચા, હાડકા અને શરીર ની અન્ય કોશિકાઓને મજબુત રાખવા માટે મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. વિટામિન A મા એંટીઓક્સિડેંટ હોય છે જે કોશિકાઓને નુક્શાન થતુ બચાવે છે. આ સિવાય તે મુક્ત કણોને તુટવાથી બચાવે છે અને આપણા શરીરમાં સોઝાની સમસ્યા ઉત્પન્ન થવા દેતુ નથી.

એટલુ જ નહી ઈમ્યુનીટી સિસ્ટમના કાર્યો ને સારા બનાવવામાં અને હ્યદય,ફેફડા,કિડની સાથે શરીરના બિજા આવશ્યક અંગોના કાર્યો ને સામાન્ય રાખવા માટે વિટામિન A ની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો શરીરમાં વિટામીન A ની કમી જોવા મળે તો શરીરમાં ઘણી સમસ્યાઓ ઉદ્દભવી શકે છે.

 

વિટામિન A ની કમી

વિટામિન A ની કમી થી અંધાપો, આંખો સુકાઈ જવી, સુષ્ક વાળ, ત્વચા સુકાઈ જવી , વારંવાર શરદી-તાવ, થાક લોગવો, અશક્તિ, ઉંઘ ન આવવી, નિમોનિયા અને વજનમાં ધટાડો અનુભવવો જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ છે.એવામાં આવા રોગોમાં બચવા માટે શરીરમાં વિટામિન A પુર્તિ કરવી એ ખુબજ જરૂરી
બની જતુ હોય છે.

 

શું ખાવુ જોઈએ..


લીલા શાકભાજી અને ફળોના સેવનથી સરળતાથી વિટામિન A ની કમિ દુર થાય છે. શરીરમાં વિટામિન A ની ઉણપ પુરી કરવા માટે ઈંડા, દુધ, ગાજર, પીળી અથવા તો નારંગી શાકભાજી, પાલક, સ્વીટ પોટેટો, પપૈયું, દહી, સોયાબીન અને બીજી પત્તાવાળી લીલી શાકભાજીનું સેવન કરી શકાય છે.

You might also like