ATM ખાલી છે તો શું, આ રીતની મદદથી રોકડની પરેશાની થશે દૂર

નોટબંધી પછી ફરી એકવખત દેશના ઘણા રાજ્યોમાં રોકડને લઇને સમસ્યા સર્જાઇ છે. ATMમાંથી રોકડ ગાયબ થઇ જતા લોકો ઘણી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. જો તમારી પાસે પણ રોકડની અછત હોય તો ચિંતા કરવાની બિલ્કુલ જરૂર નથી, આ રીત અપનાવવાથી તમારે ATMના ધક્કા પણ નહીં ખાવા પડે.

જો ઘરની રોજિદી વસ્તુઓની ખરીદી કરવા ઇચ્છો છો અને તમારી પાસે રોકડા નથી, તો ટેન્શન કરવાની જરૂર નથી. આ માટે તમે મોબાઈલ વૉલેટનો ઉપયોગ કરી શકો છો. આ માટે Paytm,UPI, ભીમ એપ સહિત ઘણાં વિકલ્પ છે. નોટબંધી બાદ દુકાનદારો અને અન્ય લોકોએ મોટાપાયે Paytm સહિતના મોબાઈલ વૉલેટ્સ વાપરવાનું શરૂ કરી દીધું છે. તમે કરિયાણું ખરીદવા જાઓ તો આના દ્વારા પેમેન્ટ કરી શકો છો.

રોકડની તંગી દૂર કરવા માટે મોબાઇલ વૉલેટ સિવાય નેટ બેન્કિંગ પણ સારો ઑપ્શન છે, આનાથી તમે ઑનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને ઘણી વખત દુકાનદારના એકાઉન્ટમાં સીધા પૈસા પણ જમા કરી શકો છો. નાની લેવડદેવડ માટે IMPASની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. મોટા ટ્રાંસફર માટે NEFTનો વિકલ્પ છે. આ વિકલ્પ એના માટે સારો રહેશે જેને મોટી રકમ ટ્રાન્સફર કરવાની હોય.

ભલે ATMમાંથી કેશ ન નીકળતી હોય પણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તો તમે કરી જ શકો છો. ઓનલાઈન ખરીદી અને અન્ય લેવડ-દેવડના ટ્રાંઝેક્શન ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી થઈ શકે છે. જો તમારી પાસે ઈન્ટરનેટ બેંકિંગ ન હોય તો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી જરૂરી ટ્રાન્સફર કરી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.

આ સિવાય ચેકબુકની માધ્યમનો પણ ઉપયોગ કરી શકો છો, વેપારીઓ માટે આ ઑપ્શન સૌથી સારો છે. આ સિવાય જો તમારી મોટી રકમ ચૂકવવાની હોય તો રોકડના બદલે ચેક આપી શકો છો.

જો તમારી પાસે ઘરમાં રોકડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ જ્યાં કેશલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકતા હોય ત્યાં કેશનો ઉપયોગ કરવાનું ટાળવું. એટલે જ્યાં સુધી રોકડની અછતમાંથી બહાર ન નીકળીએ ત્યાં સુધી આ કેશનો ઉપયોગ કરી શકાય. આનાથી તમારે વારે વારે બેંક અને ATMના ધક્કા નહીં ખાવા પડે.

રોકડની તંગીના સમયમાં ઉપર જણાવેલી તમામ બાબતો તમારા કામ સરળ કરી શકે છે. જો તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ નથી કરી રહ્યા તો આજથી એટલે કે અત્યારથી નવી શરૂઆત કરો, આનો ઉપયોગ ઘણો સરળ છે. જો કે આ સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે

You might also like