FMCG પ્રોડક્ટની સોશિયલ મીડિયામાં બદનામી પડશે ભારે

નવી દિલ્હી: જો તમે ફેસબુક, યુ ટ્યૂબ, ટ્વિટર અથવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હો તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. એફએમસીજી કંપનીઓ સામે બદનામીભરી પોસ્ટ કરવા બદલ તમારે સખત કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

તાજેતરમાં જ ટ્વિટરના એક યુઝર નિખિલ જોઇસને એક ઈ-મેઇલ મળ્યો છે, જેમાં જણાવાયું છે કે જૂન-૨૦૧૫માં કરવામાં આવેલા તેના ટ્વિટને કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટને સોંપવામાં આવી રહ્યું છે.

મળી રહેલી જાણકારી અનુસાર નિખિલ જોઇસને ટ્વિટર તરફથી મળેલા ઇ-મેઇલમાં લખવામાં આવ્યું છે કે તમારા દ્વારા જૂન-૨૦૧૫માં કરવામાં આવેલી એક ટ્વિટને કાયદાકીય કાર્યવાહી માટે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. નિખિલે ટ્વિટ કર્યું હતું, ”તમે ક્યારેય કૂરકૂરેને સળગાવવાની કોશિશ કરી છે? એમાં પ્લાસ્ટિક છે.”

જોકે નિખિલે કહ્યું, ”મારા ટ્વિટમાં ‘પ્લાસ્ટિક’ શબ્દ નહોતો, બલકે ફક્ત ‘પ્લા’ શબ્દ હતો.” એક અન્ય ટ્વિટર યુઝર સૃષ્ટિને પણ ઈ-મેઇલ મળ્યો છે, જેમાં સૃષ્ટિએ કૂરકૂરેને પ્લાસ્ટિક સર્જરીમાં ઉપયોગમાં લેવાતો પદાર્થ બતાવ્યો હતો, જોકે સૃષ્ટિએ બાદમાં કહ્યું કે એ ફક્ત એક મજાક હતી.

You might also like