FMCG કંપનીના શેરમાં તોફાની ઉછાળો

અમદાવાદ: એફએમસીજી કંપનીના શેરમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં તોફાની ઉછાળાની ચાલ જોવા મળી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ બાદ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં એફએમસીજી કંપનીઓની બેલેન્સશીટમાં મજબૂત સુધારાની અસરથી આ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં એફએમસીજી કંપનીઓના શેરમાં આઠથી ૫૪ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. નોંધનીય છે કે એફએમસીજી ઇન્ડેક્સમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં ૫.૫૧ ટકાનો સુધારો નોંધાતો જોવાયો છે, જ્યારે તેની સામે સેન્સેક્સમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં માત્ર ૩.૨૫ ટકાનો સુધારો નોંધાયો છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ કંપનીના શેરમાં ૫૪ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે નેસ્લે ઇન્ડિયા, ઝાયડસ વેલનેસ, બ્રિટાનિયા ઇન્ડ., હિંદુસ્તાન યુનિલિવર, કોલગેટ પામોલિવ કંપનીના શેરમાં ૧૪ ટકાથી ૨૩ ટકાનો સુધારો આવ્યો છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીએસટીના અમલ બાદ એફએમસીજી કંપનીની બેલેન્સશીટમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનામાં ગ્રામ્ય તથા અર્ધ શહેરી વિસ્તારોમાં કન્ઝ્યુમર ડિમાન્ડમાં ઉછાળો નોંધાયો છે અને તેનો સીધો ફાયદો કંપનીઓને જોવા મળ્યો છે.

આગામી દિવસોમાં પણ સારા વરસાદના એંધાણે આ કંપનીઓના શેરને સપોર્ટ મળ્યો છે અને તેથી એફએમસીજી કંપનીના શેરમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી હતી.

૨૯.૧૨.૧૭ ૨૮.૦૫.૧૮ ટકાવારીમાં
ઉછાળો
નેસ્લે ઇન્ડિયા ૭,૮૪૫.૦૦ ૯,૬૬૯.૪૫ ૨૩.૨૫ ટકા
ઝાયડસ વેલનેસ ૧,૦૪૧.૨૦ ૧,૨૮૫.૧૦ ૨૩.૪૨ ટકા
બ્રિટાનિયા ઈન્ડ. ૪,૭૧૫.૭૫ ૫,૮૩૮.૨૦ ૨૩.૮૦ ટકા
એચયુએલ ૧,૩૬૮.૧૦ ૧,૫૮૧.૮૦ ૧૫.૬૨ ટકા
કોલગેટ-પામોલિવ ૧,૦૯૫.૬૦ ૧,૨૫૩.૮૫ ૧૪.૪૪ ટકા
ડાબર ઈન્ડિયા ૩૪૮.૬ ૩૭૮.૩ ૮.૫૧ ટકા
પ્રતાપ સ્નેક્સ ૧,૨૫૨.૨૫ ૧,૨૬૮.૯૫ ૧.૩૩ ટકા
પરાગ મિલ્ક ફૂડ ૨૯૭.૨ ૩૪૧.૨ ૧૪.૮૦ ટકા
જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ ૧,૭૬૨.૦૫ ૨,૭૨૭.૧૦ ૫૪.૭૬ ટકા
You might also like