FMCG સેક્ટરની આગેવાનીએ શેરબજારમાં સુસ્તી જોવાઈ

અમદાવાદઃ આજે શેરબજારમાં સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં સ્ટેડી મૂવમેન્ટ નોંધાઇ હતી. શરૂઆતે સાધારણ પોઇન્ટની બંને તરફની વધઘટ જોવાઇ હતી, જોકે એફએમસીજી સેક્ટરના શેર્સ તૂટ્યા હતા. આ સેક્ટરના શેર્સમાં ૦.૨૫ ટકાથી એક ટકા સુધીનો શરૂઆતે ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ મેટલ સેક્ટર પણ નરમ ખૂલ્યું હતું. બેન્ક નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૮,૮૦૦ની નીચી સપાટી નોંધાઇ હતી, જ્યારે આઇટી અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં એક ટકાનો સુધારો નોંધાયો હતો. આજે શરૂઆતે ટાટા સ્ટીલ, બેન્ક ઓફ બરોડા, એશિયન પેઇન્ટ્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોલ ઇન્ડિયા અને ભારતી એરટેલ કંપનીના શેર્સમાં ૧.૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ સન ફાર્મા, ટીસીએસ, લ્યુપિન, બીપીસીએલ કંપનીના શેર્સમાં ૧.૪ ટકાનો સુધારો નોંધાયો હતો.એફએમસીજી શેર્સ ઘટ્યાબ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ          ૦.૬૩ ટકા
ઈમામી                          ૦.૬૭ ટકા
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડ.      ૧.૧૪ ટકા
હિંદુસ્તાન યુનિલિવર          ૦.૧૮ ટકા
આઈટીસી                       ૧.૭૨ ટકા
નેસ્લે ઈન્ડિયા                  ૪.૮૧ ટકા
ટાટા ગ્લોબલ બેવરેજિસ     ૦.૦૪ ટકા
You might also like