USમાં પૂર, બરફવર્ષા અને ભારે વરસાદ, પાંચના મોત

ગત વર્ષે ઘણા મોટા બર્ફીલા તોફાનનો મુકાબલો કરી ચુકેલા અમેરિકાના ઉત્તર-પૂર્વી તટ પર એક વધુ ભયાનક તોફાને દસ્તક આપી છે. આ બરફના તોફાનના કારણે શનિવારે પાંચ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અમેરિકાના પૂર્વી તટ વિસ્તારમાં ભારે વરસાદ તેમજ તેજ હવા અને ભારે હિમવર્ષાના કારણે હજારો પ્લેનનું આવન-જાવન રોકવામાં આવ્યું છે.

તેમજ વોશિંગ્ટનની ફેડરલ ઓફિસ પણ બંધ કરવી પડી છે. અમેરિકાના પૂર્વોત્તર વિસ્તારમાં 90 હજારથી વધારે ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે જ્યારે અંદાજે સાત લાખ લોકો પ્રાથમિક ચીજવસ્તુઓની લેણ-દેણથી પ્રભાવિત થયા છે.

પૂર્વી તટ પર ભારે તોફાન તેમજ તેજ પવનના કારણે ઝાડ પડવાથી એક બાળકનું મૃત્યુ થયું છે. મેસાચુસેટસમાં 134 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાઇ રહ્યો છે. અહીં મોસમ વિભાગે હજી પણ તેજ હવાને લઇને આગાહી કરી છે.

You might also like