Categories: Gujarat

કબૂતરબાજીઃ કઈ ફલાઈટમાં લોકોને મોકલાયા તેનું હજુ પગેરું મળતું નથી

અમદાવાદ: બોગસ પાસપોર્ટથી લોકોને યુરોપમાં મોકલવાના ચકચારી કૌભાડમાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ ઉડ્યન મંત્રાલયને પત્ર લખ્યો છે. આ કૌભાંડમાં આરોપીઓને વિદેશ મોકલવામાં કોણે કોણે ટિકિટ કરાવી છે અને કઇ ફ્લાઇટમાં તેઓ વિદેશ ગયા છે તેની વિગત મેળવવા માટે નાગરિક ઉડ્યન મંત્રાલય પાસે વિગત માગી છે. એટીએસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં આરોપીઓને વિદેશ મોકલવા માટે અન્ય લોકોએ ટિકિટ કરાવી આપી હોવાનું સામે આવ્યું છે. બોગસ પાસપોર્ટથી લોકોને યુરોપ મોકલનાર ચાર શખ્સોની એટીએસએ ધરપકડ કરીને કબૂતરબાજીના ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો. છેલ્લાં સાત વર્ષથી આ શખ્સો રેકેટ ચાલાવતા હોવાનું એટીએસની પૂછપરછમાં સામે આવ્યું હતું અત્યાર સુધી કબૂતરબાજીમાં ૮૦ કરતાં વધુ લોકોને વિદેશમાં મોકલી આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

17 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

17 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

18 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

19 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

19 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

20 hours ago