TRAILER: રીલીઝ થયું ‘ફિતૂર’નું ટ્રેલર

મુંબઇ: અભિષેક કપૂરના નિર્દેશમાં બનેલી ફિલ્મ ‘ફિતૂર’નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં કેટરિના કૈફ, આદિત્ય રોય કપૂર અને તબ્બૂ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના પોસ્ટર્સ પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ એક ઇટેંસ લવ સ્ટોરી છે.

ટ્રેલરમાં દરેક એક્ટર બિલકુલ જ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. અઢી મિનિટના આ ટ્રેલરથી કહાનીનો અંદાઝો આવી જાય છે. ફિલ્મમાં આદિત્ય ‘નૂર’ અને કેટરીના ‘ફિરદોસ’ના રોલમાં જોવા મળશે. તો બીજી તરફ બેગમ હજરતની ભૂમિકામાં તબ્બૂ ફરી એકવાર દમદાર અવતારમાં જોવા મળશે.

‘ફિતૂર’નું મ્યૂઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે. ફિલ્મ ચાર્લ્સ ડિકેંસની નોવેલ ‘ગ્રેટ એક્સપેક્ટેશન્સ’ પર આધારિત છે. તેનું શૂટિંગ કાશ્મીરના સુંદર લોકેશન પર કરવામાં આવ્યું છે અને તેનો અહેસાસ તમે ટ્રેલર જોઇને કરી શકો છો. ફિલ્મ આગામી 12 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

You might also like