ભોજન બાદ ન કરો આ કામ, સ્વાસ્થ્ય માટે હોય છે ખતરનાક…

સ્વસ્થ્ય રહેવા માટે તમે તમારી ડાયટમાં સારી અને પૌષ્ટીક વસ્તુઓને શામેલ કરતા હોવ છો, પણ શું તમે જાણો છો કે ફક્ત તેનું સેવન જ પૂરતુ નથી. સારા સ્વાસ્થ્ય માટે સમયે ભોજન કરવું અને તેને સારી રીતે પચાવવું પણ જરૂરી છે. ભોજન લીધા બાદ ઘણા એવા કાર્યો હોય છે જે કરવાથી પોષણ મળવાની જગ્યાએ તેની આડઅસર થતી હોય છે. જાણો એવા ક્યા કાર્યો છે જે ભોજન બાદ ન કરવા જોઈએ…..

ધૂમ્રપાનથી દુર રહો

આમતો ધૂમ્રપાન કરવુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે, પણ જો તમે ભોજન બાદ તેનું તરત જ સેવન કરો છો તો તે દશ ઘણુ ખતરનાક હોઈ શકે છે. ભોજન બાદ ધૂમ્રપાન કરવાથી કેન્સરનો ખતરો વધી જતો હોય છે.

ભોજન બાદ તરત ફળ ન ખાવા જોઈએ

ભોજન બાદ તરત જ ફલ ન ખાવા જોઈએ, ભોજન બાદ તરત ફળ ખાવાથી પોષણ નતી મળતુ, કેમકે તે સારી રીતે આપણા ઈંટેસ્ટાઈન સુધી પહોંચી શકતા નથી. એટલા માટે ધ્યાન રાખો કે ભોજન બાદ તરત ફલ ન ખાવા જોઈએ.

તરત ન્હાવુ ન જોઈએ

ક્યારેય ભોજન બાદ તરત ન્હાવા ન જવુ જોઈએ. એ સૌથી ખતરનાક માનવામાં આવે છએ. હકીકતમાં, એવુ કરવાથી પેટના ચારે ભાગોમાં રક્ત પ્રવાહ વધી જાય છે જેની અસર પાચનક્રિયા પર પડે છે.

તરત ચ્હા ન પીવી જોઈએ

ઘણા લોકો ભોજનબાદ ચ્હા પીવાની લત હોય છે, પણ ચ્હાની પત્તિઓમાં ઉચ્ચ તત્વ હોય છે જે પાચન પર અસર કરે છે. ભજન બાદ ચ્હા પીવાથી સરળતાથી ડાયઝેસ્ટ નથી થઈ શકતુ. માટે ભોજન બાદ 2 કલાક ચ્હા ન પીવી જોઈએ.

ઉંઘવું નહીં

ભોજન બાદ તરત ઉંઘવુ નહીં, કેમકે આમ કરવાથી સંક્રમણ અને ગેસ થવાની આશંકાઓ વધી જાય છે.

ટહેલવા ન જવુ

આમ તો ટહેલવુ એ સારી આદત છે. પણ ભોજન બાદ ટહેલવા જવાથી બચવુ જોઈએ, ભોજન બાદ ટહેલવાથી આપણી પાચનક્રિયા પર અસર પડે છે.

You might also like