VIDEO: રિલિઝ થયું સંજુ ફિલ્મનું પહેલું song…

બોલિવુડ ડિરેક્ટર રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મ ‘સંજૂ’નું પહેલું સોંગ ‘મેં બઢિયા તૂ ભી બઢિયા’ રિલીઝ થઇ ગયું છે. રાજકુમાર હિરાનીએ એક દિવસ પહેલા જ સોંગ રિલીઝની વાત કરી હતી. સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’માં તેના જીવનના વિવિધ પાસાઓ રજૂ કરાશે.

‘બઢિયા’ સોંગમાં રણબીર કપૂર અને સોનમ કપૂર રેટ્રો લૂકમાં જોવા મળશે, જે લોકોને જૂના જમાનાની યાદ અપાવશે. ગીતમાં જવાન સંજય દત્તની ઝલક પણ જોવા મળે છે જેના પરથી અંદાજ લગાવી શકાય કે તે કેટલા જિંદાદિલ વ્યક્તિ છે. આ ગીત રણબીર અને સોનમ પર પિક્ચરાઈઝ કરવામાં આવ્યું છે. સોંગમાં સોનમ ટીના મુનીમના રોલમાં છે.

આ સોંગના લિરિક્સ પુનિત શર્માએ લખ્યા છે. મ્યૂઝિક રોહને આપ્યું છે. આ સોંગમાં વૉઇસ સુનિધિ ચૌહાણ અને સોનૂ નિગમે આપ્યો છે. આ સોંગની ખાસ વાત છે કે રણબીરના ફિમેલ વૉઇનનું લિપ્સિગ કરે છે રણબીરના એક્સપ્રેશન અને તેનો અંદાજ ખરેખરમાં શાનદાર છે.

તમને જણાવી દઇએ કે, 29 જૂન 2018ના રિલીઝ થશે. રાજુકમાર હિરાનીના ડિરેક્શનમાં બનેલી આ બાયોપિકમાં રણબીર કપૂર, મનીષા કોઇરાલા, પરેશ રાવલ, અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા અને સોનમ કપૂરે જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, ટ્રેલર જોઇને લાગી રહ્યુ છે કે ફિલ્મ ‘સંજૂ’માં રણબીરની એક્ટિંગ તો ધમાકેદાર છે જ સાથે ડાયલોગ્સ પણ જોરદાર છે.

You might also like