Google ગ્રાફોલોજીસ્ટ, ભાવનગરની આ મહિલાએ ગૂગલ પર મેળવ્યું પ્રથમ સ્થાન

ભાવનગરઃ તમને સૌ કોઇને ખ્યાલ હશે કે હવેનાં સમયમાં એવું કહેવાય છે કે કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ પાછળ હોતી નથી. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ હોય છે. ત્યારે ભાવનગરની કૌશલ્યા દેસાઈએ ગુગલ સાઈટ ઉપરની પ્રથમ ગ્રાફોલોજિ-સ્ટ મહિલા તરીકેનું સ્થાન મેળવીને સમગ્ર દેશમાં ભાવનગરનું નામ રોશન કર્યું છે.

આપણા દેશનું નામ રોશન કરનારી ભાવનગરની કૌશલ્યા દેસાઈ પ્રખર મહિલા છે. જેણે ગુગલ સાઈટ ઉપરની પ્રથમ ગ્રાફોલોજિસ્ટમાં મહિલા તરીકે સ્થાન મેળવ્યું છે.

કૌશલ્યા દેસાઈ છેલ્લાં 25 વર્ષથી જયોતિષ ક્ષેત્રે અને ગ્રાફોલોજીનાં ક્ષેત્રે ખૂબ જ સારો અનુભવ ધરાવે છે. આ મહિલાએ મહર્ષિ વેદ વ્યાસ એકેડમીમાં ગ્રાફોલોજી વિષય અંતર્ગત PHDની પદવી મેળવી ભાવનગરનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે.

રાજય અને કેન્દ્ર સરકારનાં અનેક એવોર્ડ પ્રાપ્ત થયાં છે. ગ્રાફોલોજી એટલે હસ્તાક્ષર વિદ્યા. જો કે આ વિદ્યા આપણા દેશમાં પ્રાચીન ગણાય છે. આ વિદ્યાનો ઉદભવ ફ્રાંસમાં થયો છે. ઉચ્ચ કોટીનાં ધર્મગુરુઓ આ ક્ષેત્રમાં જોવાં મળ્યાં છે. ફ્રાંસનાં માઈકલ એ હસ્ત વિદ્યાનાં આધુનિક ગુરૂ છે. તેમણે આ વિદ્યાને ગ્રાફોલોજી નામ આપ્યું છે.

મહત્વનું છે કે કૌશલ્યા દેસાઈએ આ ક્ષેત્રમાં અનેક પુસ્તકો લખ્યાં છે. આ મહિલાને લંડનની ગ્રાફોલોજી યુનિવર્સિટીમાં લેકચર આપવા માટેનું આમંત્રણ મળ્યું છે. નાનપણથી જ આ ક્ષેત્રમાં રસ ધરાવનાર કૌશલ્યા દેસાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે.

કૌશલ્યા દેસાઈનાં ગુગલ સાઈટ ઉપર 1 લાખથી વધુ ફોલોવર થતાં વિશ્વની પ્રથમ મહિલા તરીકે તેઓ જાહેર થયાં છે. જયારે ગુગલ સાઈટ પર મેળવેલ સ્થાનથી હાલ સમગ્ર દુનિયામાં ભાવનગરનો ડંકો વાગ્યો છે.

You might also like