અમેરિકાની એક સ્કૂલમાં ફાયરિંગઃ એક ‌મહિલાનું મોતઃ બે લોકો ઘાયલ

ટેકસાસ: ટેકસાસમાં થયેલા ફાયરિંગના એક કલાક બાદ જ્યોર્જિયાના કલેટનમાં પણ ગોળીબારની ઘટના બની હતી. જેમાં ૪૦ વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘયલ થયા હતા. કલેટન કાઉન્ટી પોલીસે એક સ્થાનિક ચેનલને જણાવ્યું હતું કે બે લોકોને ગોળી મારવામાંં આવી છે. જેમાં એક મહિલાનું માઉન્ટ જિયોન હાઇસ્કૂલની નજીક મોત થયું છે.

મૃતક મહિલાની છાતીમાં ત્રણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી અને તેમને પીએડ મોન્ટ હેનરી હો‌સ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. કલેન્ટન કાઉન્ટીના ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે કુલ બે વ્યકિત પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુું તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

આ ઘટનામાં એક ત્રીજી મહિલા પણ ઘાયલ હતી. જે ગર્ભવતી છે. તેને ગોળી વાગવાની નહીં પરંતુ ધક્કો વાગવાથી ઇજા પહોંચી હતી. કલેન્ટન કાઉન્ટી પર્ફોર્મિંગ આર્ટ સેન્ટરમાં ગ્રેજયુએશન સેરેમની દરમિયાન આ ફાયરિંગની ઘટના બની હતી.
ટેકસાસના ફાયરિંગમાં પાક. વિદ્યાર્થિનીનું મોત આ અગાઉ શુક્રવારે અમેરિકાના ટેકસાસ રાજ્યમાં એક હાઇસ્કૂલમાં ફાયરિંગની ઘટનામાં એક પાકિસ્તાની વિદ્યાર્થિનીનું મોત થયું હતું.

ફાયરિંગની આ ઘટના અંગે ૧૭ વર્ષના વિદ્યાર્થી દિમિત્રોસ પગોર્ત્જિસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાનના દૂતાવાસે ફાયરિંગની ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની વિદ્યાર્થિની સબિકા શેખનું મોત થયું છે. મૃતકોમાં મહિલા પ્રોફેસર સિંથિયા ટિસ્ડેલનો પણ સમાવેશ થાય છે.

ટિસ્ડેલના નજીકના સગાં સંબંધીઓએ આ સમાચારને સમર્થન આપ્યું હતું. પાકિસ્તાની વિદ્યાર્થિની સબિકા શેખ (ઉં.વ.૧૮) એક એકસચેન્જ સ્ટુડન્ટ તરીકે અમેરિકા ગઇ હતી. તેને કેનેડી-લુગર યૂથ એકસચેન્જ એન્ડ સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ (વાયઇએસ) હેઠળ મોકલવામાં આવી હતી. આ પ્રોગ્રામ અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.

સબિકાનાં માતા-પિતા ફરાહ શેખ અને અબ્દુલ અઝીઝે બીબીસીને જણાવ્યું હતું કે તેમને ટીવી દ્વારા આ ઘટનાની જાણ થઇ હતી.

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

10 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

11 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

11 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

12 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

13 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

13 hours ago