J-K:RS પુરાની સીમા પાર ફાયરિંગ, BSFએ આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગરઃ પાકિસ્તાન તરફથી ઇન્ટરનેશનલ બોર્ડર પર સીઝફાયરનું સતત ઉલ્લધન થઇ રહ્યું છે. ગઇ કાલે મોડી રાતથી RS પુરા સેક્ટરમાં નાના હથિયાર સાથે ફરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, રજોરીમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દિવસ દરમ્યાન પણ પાકિસ્તાન તરફથી હિરાનગર, સાંબા અને અખનૂરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની સીમામાં ભારતીની જવાબી કામગીરીથી ભારે નુકશાન થયું છે. BSF દ્વારા સીમા પર ચુસ્ત બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો છે. જ્યારે સીમા સાથે જોડાયેલા ગામના લોકોને ઘરની અંદર રહેવાની જ સલાહ આપવામાં આવી છે.

BSFએ જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ બોર્ડર પર રાત્રે 2 વાગ્યા પછી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. BSF પ્રમાણે RS પુરા વિસ્તારમાં ફાયરિંગ થયું છે. જેમાં 4 મવેશિયોના મોત થયા છે. શુક્રવારે દિવસ દરમ્યાન ચાલેલી કાર્યવાહીમાં આતંકિયો દ્વારા ધૂસણખોરીના પ્રયાસને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. જવાબી કામગીરીમાં એક આતંકવાદી અને 7 પાકિસ્તાની રેન્જર્સ માર્યા ગયા છે. જ્યારે 5 પાકિસ્તાની રેન્જર્સ ઇજાગ્રસ્ત થયા છે. જો કે BSFનો એક જવાન ગુરૂનામ સિંહ પણ ઇજાગ્રસ્ત થયો છે. જમ્મુકશ્મીરના રજોરીમાં પાક સેનાએ શુક્રવારે રાત્રે સીઝફાયર તોડ્યું હતું. LOC પાસે મંજાકોટ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે. ભારતીય સેનાના જવાનો ઓપરેશનમાં જોડાયેલા છે.

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે BSFને પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપવા જણાવ્યું છે. BSFના IG જમ્મુ રેન્જ ડી.કે. ઉપાધ્યાયે જણાવ્યું છે કે સીમા પારથી ફાયરિંગ થઇ રહ્યું છે. તેનો અમે જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. તેઓ આ સબકને યાદ રાખશે.

પાકિસ્તાની ઇન્ટરનેશનલ બોર્ડ પર સતત ફાયરિંગ ચાલી રહ્યું છે. ત્યારે સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. પોલીસ અને તમામ એજન્સિઓ હાલ કામે લાગી ગઇ છે. લોકોને શિબિરો અને બંકરોમાં લઇ જવામાં આવી રહ્યાં છે. લોકોને સુરક્ષિત સ્થળ સુધી લઇ જવા માટે બુલેટપ્રૂફ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લાં બે દિવસથી પાકિસ્તાન તરફથી વારંવાર ફાયરિંગ થઇ રહ્યું છે. પાક રેન્જર્સ આતંકી ઘૂસણખોરી માટે આ રીતનું ફાયરિંગ કરી રહ્યાં છે. ગુપ્ત એજન્સીએ આ મામલે ઇન્ટરનેશનલ બોર્ડર પર ઘુસણખોરીને લઇને એલર્ટ કર્યું હતું.

You might also like