Video: જૂનાગઢમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના ઘર પર હુમલો, ફાયરિંગ પણ થયું

જૂનાગઢમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના ઘર પર હુમલો થયાની ઘટના બનતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં રહેતા મહિલા કોર્પોરેટરના ઘર પર કાચની બોટલ અને પથ્થરથી હુમલો કરાયો હતો.

એટલું જ નહીં તેમના ઘર પર પથ્થરમારો કરાયા બાદ 1 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હોવાની ઘટના બની છે. આ હુમલામાં એક વ્યક્તિને ઈજા થઈ છે. મહિલા કોર્પોરેટરે જૂની અદાવતમાં મનદુખ રાખી બેઠેલા સંજય ઉર્ફે બડીયાએ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરી છે.

આ ઘટનાની કોંગ્રેસના કાર્યકરોએ નિંદા કરી છે અને તપાસ કરવાની માગણી કરી છે. ફાયરિંગમાં મહિલા કોર્પોરેટરના ઘરમાં કોઈને ઈજા થઈ નથી. જો કે પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સંજય બડીયા વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

You might also like