MPમાં જલ મહોત્સવના કાર્યક્રમમાં લાગી આગ

મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ટૂરિસ્ટ સ્પોર્ટ હનુવંતિયામાં જલ મહોત્સવના ઉધ્ધાટન સમારોહ બાદ સહેલાણીઓ માટે બનાવવામાં આવેલા ટેન્ટમાં આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આગના બનાવમાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પણ આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં ટેન્ટ સળગીને રાખ થઇ ગયા હતા. આગ એટલી બધી ભયંકર લાગેલી હતી કે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગની દૂર્ઘટના ઘટી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ હનુવંતિયામાં જલ મહોત્સવમાં આયોજિત ગતિવિધિયો અને આયોજનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આગનો બનાવ બનતા શિવરાજસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસના આદેશ આપ્યા હતા. જો કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

You might also like