PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘Gift City’ ના સંકૂલમાં લાગેલી આગ કાબૂમાં, કોઇ જાનહાનિ નહી

ગાંધીનગરના ગિફ્ટ સીટી સંકુલમાં આગનો બનાવ બન્યો છે. આગ લાગતા ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ગીફ્ટ સીટીમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો છે.  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. અમદાવાદની બે ફાયર ફાઇટરની મદદ લેવાઇ છે.

આગને કાબૂમાં લેવા ગાંધીનગર, અમદાવાદ, કલોલ ફાયર બ્રિગેડ ટીમને મદદ લેવાઇ છે. જો કે એડમિન વિંગનું મકાન બળીને ખાખ થઇ ગયું છે. શોર્ટ સર્કિટના કારણે ગીફટ સીટીના જૂના બિલ્ડીંગમાં આગ લાગી હતી. સમગ્ર બનાવને પગલે ગાંધીનગરની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

You might also like