AMTS બસના એન્જિનમાં શોર્ટ સર્કિટથી અાગ લાગી

0 14

અમદાવાદ, બુધવાર
આજે વહેલી સવારે એએમટીએસની લાલ દરવાજાથી મટોડા પાટિયાથી જતી રૂટ નંબર ૩૫ સીએનજી બસના એન્જિનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ધુમાડાના ગોટેગોટા નીકળતા ઉતારુઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે બસ ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના થતાં ટળી હતી.

એએમટીએસની રૂટ નંબર ૩૫ના એન્જિનમાં આજે સવારે ૫.૪૦ વાગ્યાના સુમારે જુહાપુરા પાસે શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. એન્જિનમાં આગ લાગવાની પણ શરૂઆત થઈ હતી. બસના એન્જિનમાંથી કાળો ધુમાડો અને આગની જ્વાળા દેખાતાં ઉતારૂઓ ફફડી ઉઠ્યા હતા.

જોકે ડ્રાઈવર અહેમદભાઈએ સમય સૂચકતા વાપરીને તત્કાળ ફાયર એક્ટિંગ્યુશરનો ઉપયોગ કરીને એન્જિનમાં લાગેલી નાનકડી આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અટકાવી હતી. તેમણે સીએનજી ગેસનાં સિલિન્ડર પણ બંધ કરીને ફાયર બ્રિગેડને મદદ માટે બોલાવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા તત્કાળ આગને પૂર્ણપણે બુઝાવવાની કામગીરી કરાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એન્જિનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

loading...

Leave A Reply

Your email address will not be published.