મુંબઈ બાદ દિલ્હીમાં 3 ફેકટરીમાં આગ, 17ના મોત, કેજરીવાલે સહાયની કરી જાહેરાત

દિલ્લીના બવાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શનિવારે ત્રણ ફેકટરીઓમાં અચાનક આગ લાગી હતી. આ આગના બનાવમાં 10 મહિલાઓ સહિત 17 લોકોના મોત થયા છે. ત્રણ ફેક્ટરીમાં આગ લાગી જતા અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઘટના પર વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.

આગની ઘટનામાં 17 લોકોના મોત થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. ફેકટરીમાં આગ લાગતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે આ મામલે ફેકટરીના માલિક મનોજ જૈનની ધરપકડ કરવામાં આવી છે.

જાણકારી મળી રહી છે કે, આ ફેકટરીમાં 45 લોકો કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક આગ લાગી હતી. આગના કારણે કોઈ વ્યક્તિ ફેકટરીની બહાર નીકળી શક્યું ન હતું. ફાયરની ટીમે ફેકટરીમાંથી 17 લોકોની લાશો બહાર કાઢી છે અને હજુ શોધખોળ ચાલી રહી છે. જેના પગલે મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે.

You might also like