VIDEO: અમદાવાદનાં કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે અચાનક સળગી ઊઠી કાર, ચાલકનો આબાદ બચાવ

અમદાવાદઃ કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે કારમાં આગ લાગતાં લોકોમાં ભારે અફરાતફરી સર્જાઈ ગઇ હતી. 132 ફૂટ રિંગરોડ પાસે આવેલ કેશવબાગ પાસે કારમાં લાગેલી આગનાં કારણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટનાં કારણે આ આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરનાં જવાનોએ ભારે જહેમતપૂર્વક આ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો કુદરતી રીતે આબાદ બચાવ થયો હતો.

અમદાવાદમાં 132 રિંગ રોડ પર કારમાં આગ
કેશવબાગ પાર્ટી પ્લોટ પાસે કારમાં લાગી આગ
શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગ્યાનું અનુમાન
આગનાં કારણે કાર થઇ ગઇ બળીને ખાખ
ફાયર ફાઇટરનાં જવાનોએ આગ પર મેળવ્યો કાબુ

You might also like