અમદાવાદના ISROમાં લાગેલી આગ કાબૂમાં લેવાઇ, ટેસ્ટીંગ લેબમાં લાગી હતી આગ

અમદાવાદના ઈસરોની મશીનરીમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાયો હતા. આગમાં ત્રણ કર્મચારી દાઝયાં હતા, જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગની 25થી વધુ આગની ગાડીઓ પહોંચી હતી.

ફાયર વિભાગની મદદથી કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. અમદાવાદના કલેકટર વિક્રાંતે પાંડે ઇસરો પહોંચ્યા છે. ઇસરોમાં 4 એમ્બ્યુલન્સ પહોંચી હતી. ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)માં આગ લાગી છે. SAC ઇસરોમાં સંશોધન માટેનું મહત્વનું સેન્ટર ગણાય છે. મંગળયાન અને ચંદ્રયાનનું સંશોધન SAC પાસે છે. ઇસરોમાં આગ લાગવાના બનાવથી સંશોધનમાં અસર પડી શકે છે.

ઇસરોના લેબોરેટરી વિભાગમાં આગનો બનાવ બન્યો છે. ઇસરોના 32 નંબરના રિસર્ચ સેન્ટરમાં આગનો બનાવ બન્યો છે. ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરબ્રિગેડની ટીમે બ્રિગેડકોલ જાહેર કર્યો. આ ઘટનાની જાણ થતાં ઇસરોમાં કામ કરતા કર્મચારીઓના પરીવારજનો ઇસરો પહોંચી ગયા છે.

You might also like