Video: કપિલ શર્માની ફિલ્મ ‘ફિરંગી’ નું મોશન પોસ્ટર રિલીઝ

‘કિસ કિસ કો પ્યાર કરું’ ફિલ્મ બાદ હવે કોમેડિયન કપિલ શર્મા બીજી હિન્દી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. કપિલની આ ફિલ્મ ‘ફિરંગી’ નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઈશિતા દત્તા અને મોનિકા ગિલ લીડ રોલમાં છે. આ ફિલ્મનું મોટાભાગનું શુટિંગ પંજાબ અને રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે.
જુઓ ફિલ્મનું મોશન પોસ્ટર…

કપિલનો નવો શૉ ‘આદત સે મજબૂર’ પણ ટૂંક સમયમાં શરૂ થશે. કપિલે પોતાના ટ્વિટર પર આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. 15 સેકન્ડના આ વીડિયોમાં કપિલ પોલીસના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે. કૉમેડિયનમાંથી એક્ટર બનેલ કપિલનો શૉ બંધ થઈ ગયો હોવાથી ફરીથી ફિલ્મી પરદે જોવા માટે કપિલના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

You might also like