Smokingના લીધે બગડેલાં ફેફસાં માટે શોધાઈ થેરપી

લાંબા સમયથી જે લોકોને સિગારેટ પીવાની આદત હોય અથવા તો અન્ય કોઇ પણ કારણસર ફેફસાંની કાર્યક્ષમતા ઘટવા લાગી હોવાની ક્રોનિક ઑબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડીસીઝ (COPD) થયો હોય તો તેમને શ્વાસ અંદર લેવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જ રહે છે. આ સમસ્યા ધીમી પાડી શકાય છે, પરંતુ સંપૂર્ણપણે મટાડી શકાતી નથી.

તાજેતરમાં અમેરિકાના નિષ્ણાતોએ ખાસ સ્ટેમસેલ થેરપી શોધી છે, જે સ્મોકિંગ કરવાના કારણે થયેલી COPDની સમસ્યામાં અસરકારક બની શકે છે. પ્લેરિક્સેફર નામની દવા લેવાથી અસ્થિમજ્જામાંથી વધુ માત્રામાં ખાસ સ્ટેમસેલ્સ પેદા થાય છે. આ દવાથી લોહીના કેટલાક કેન્સરની સારવાર પણ થાય છે.

You might also like