Categories: Gujarat

આર્થિક રીતે નબળા લોકોને પણ વિકાસની તક મળવી જોઈએઃ કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની અનામતની માંગણીના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષે ઘણા સમય અગાઉ પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે. જે સમાજોને અનામતનો લાભ નથી મળ્યો તેવા સમાજના આર્થિક રીતે નબળા લોકોને પણ વિકાસની તક મળવી જોઈએ અને તે દૃષ્ટિએ આર્થિક માપદંડના આધારે શિક્ષણ અને નોકરીમાં ૨૦ ટકા સુધીની અલાયદી અનામતની તરફેણ કોંગ્રેસ પક્ષે કરી છે અને તે કોંગ્રેસ પક્ષની નીતિ વિષયક સ્વીકૃતિની જાહેરાત પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા અગાઉ કરી દેવામાં આવી છે.
ખરેખર તો પક્ષની આ નીતિ અગાઉથી ઘણા સમય પહેલાં જાન્યુઆરી ૨૦૧૪માં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયાજીએ પણ આ વર્ગોને આર્થિક માપદંડના આધારે અનામતો લાભ મલે તે વાત સ્વીકારી હતી.

આગામી ૨૨મી ફેબ્રુઆરી શરૃ થતા વિધાનસભા સત્રમાં આ અનામત માટેનું બિલ કોંગ્રેસ મુકશે તેવી જાહેરાત પણ કરી હતી અને તે માટે કોંગ્રેસ કટીબદ્ધ છે અને તે બિલ પણ રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જે.એન.યુ.માં ગયા ત્યારે ત્યાં પણ તેમણે ભાઈ હાર્દિક અને અન્ય યુવાનો પર રાજદ્રોહ તથા રાષ્ટ્રદ્રોહ દાખલ કરવામા આવેલ કેસોને વખોડી સરકારની ટીકા પણ કરી હતી અને કેસો તાત્કાલિક પાછા ખેંચી લેવા સરકારને તાકીદ પણ કરી હતી.

સિદ્ધાર્થ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલ દમન તેમજ પોતાની માંગણીની રજૂઆત કરનાર સામેની સરકારની છેલ્લા કક્ષાની અસહિષ્ણુતાનો કડક શબ્દોમાં વિરોધ કરે છે.  આ તમામ યુવાનો સામેના કેસો પાછા ખેંચી તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ એવી વારંવાર માગણી પણ કરી છે.

આજે તેને ફરી દોહરાવીએ છીએ. કોંગ્રેસ દ્વારા રજૂ થયેલ આર્થિક માપદંડો આધારિત અનામતના બિલને મંજૂરી આપી સમાન ન્યાય, સમાન તકના બંધારણીય અધિકારને પ્રસ્થાપિત કરી પાટીદાર આંદોલન અને માંગણીને ન્યાય આપે તેવી સરકાર પાસે અપેક્ષા રાખે છે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

8 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

8 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

8 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

9 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

9 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago