VIDEO: નોટબંધીથી ટેરર ફંડિંગ પર લાગ્યો પ્રતિબંધઃ જેટલી

ન્યૂ દિલ્હીઃ નાણાંમંત્રી અરૂણ જેટલીએ નોટબંધીનાં એક વર્ષ પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરતા કહ્યું કે આનો વિરોધ કરનારા અને આને લૂંટ કહેનારા એવું જણાવે કે 2G અને CWG શું હતું. જેટલીએ જણાવ્યું કે નોટબંધી બાદ અનેક લોકોએ નોટબંધીને દરેક સમસ્યાનું સમાધાન માની લીધી. પરંતુ એવું નથી. હા આનાંથી કેટલીક સમસ્યાઓનું સમાધાન જરૂરથી થયું છે કે જે અર્થવ્યવસ્થાને ઉખેડી રહી હતી.

એક વર્ષ પહેલાં 8 નવેમ્બરનાં રોજ પીએમ નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી. રૂ.500 અને 1000ની જૂની નોટોને બંધ કરી દેવામાં આવી હતી. જેટલીએ જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થાનાં ભવિષ્યને બદલવું એ એવાં સમયે ઘણું જરૂરી હતું. નવેમ્બર 2016 પહેલાં દેશમાં કેશનો ઘણો ઉપયોગ થઇ રહ્યો હતો. ભારતને કેશ કરન્સીવાળો દેશ માનવામાં આવતો હતો. જેને લીધે ટેક્સની ચોરી પણ ઘણી બધી થઇ રહી હતી. નોટબંધી એક અભૂતપૂર્વ ઘટના હતી. કે જેનાંથી ભ્રષ્ટાચાર સમાપ્ત થઇ જશે એવું માનવામાં આવી રહ્યું છે.

જીડીપીમાં 12.2 ટકા કેશનો ભાગ હતો. આ એક વર્ષમાં સરકારે અનેક પ્રકારનાં નિર્ણયો લીધા હતાં. બેનામી કાયદો, કાળા નાણાં જેવાં અનેક પ્રકારનાં નિર્ણયો લેવામાં આવ્યાં. નોટબંધીએ એજન્ડા જ બદલી નાખ્યો અને કેશ ઇકોનોમી પરથી કેશલેસ ઇકોનોમી બનાવી દીધું. નોટબંધીથી ડિઝીટલ ટ્રાન્ઝેક્શન વધારે થવા લાગ્યું છે. ટેરર ફંડિંગ પર પણ રોક લાગી છે. ઘણાં ખરા લોકોએ બેંકમાં પોતાના બધા જ રૂપિયા જમા કરાવી દીધા કે જે ઘણી સારી બાબત છે.

કાળા નાણાંને રોકવા માટે નોટબંધી એ એક સારો નિર્ણય છે. આ લૂંટ નથી પરંતુ લૂંટ તો એ છે કે જે 2G,કોમનવેલ્થ અને કોલસા કૌભાંડમાં થઇ હતી. આનાં કારણે શેલ કંપનીઓની ઓળખ પણ આસાન બની ગઇ. અર્થવ્યવસ્થા માટે નોટબંધી ખૂબ જ જરૂરી હતી. આ સિવાય મહત્વની વાત તો એ છે કે નોટબંધીને લઇ હવે ડિઝીટલ ટ્રાન્ઝેક્શન શરૂ થતાં ભ્રષ્ટાચાર પણ ઘણો ઓછો થતો ગયો છે.

You might also like