GST કાઉન્સિલમાં મોટા ભાગના મુદ્દાઓ પર સર્વસંમતી : અંતિમ નિર્ણય 9 માર્ચે

નવી દિલ્હી : જીએશટી પરિષદની આજે થયેલી બેઠકમાં નવા અપ્રત્યક્ષ કર પ્રણાલી માટે પ્રસ્તાવિત બે પ્રમુખ મુસદ્દાઓને કેન્દ્રીય જીએસટી (સીજીએસટી) અને એકીકૃત જીએસટી (આઇજીએસટી)ની રૂપરેખા પર સંમતી સધાઇ ચુકી છે જો કે તેના પર અંતિમ મંજુરી માર્ચનાં મધ્યમાં જ મળવાની સંભાવના છે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે રાજ્યનાણા મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અખત્યાર કરવામાં આવેલા જીએસટી મોડેલ પર ચર્ચા કરવામાં આવી. જો કે રાજ્ય જીએસટી વિધેયક અંગે કોઇ ચર્ચા થઇ નહોતી.

સીજીએસટી, આઇજીએશટી અને યૂટી જીએશટી કાયદાને 9 માર્ચથી ચાલુ થઇ રહેલ બજેટ સત્રનાં બીજા ચરણમાં સંસદમાં મુકવામાં આવશે જેટલીનાં અનુસાર જીએસટી લાગુ કરવા માટે એક જુલાઇથી સીમા સંભવ છે. શિખરદર અપેક્ષાકૃત ઉંચી રાખવામાં આવશે પરંતુ લાગી કરવામાં આવનારા દર 5,12,18 અને 28 જ રહેશે. કાઉન્સિલની આગામી મીટિંગ 16 માર્ચે થવાની છે, જેમાં બાકી વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળનાં નાણા મંત્રી અમિત મિશ્રાએ કહ્યું કે રાજ્યો 26 ફેરફારોની માંગ કરી હતી જેને કેન્દ્રએ સ્વિકાર કરી લીધો છે. ભારતની સંધીય વ્યવસ્થાનો ગુણ પ્રદર્શીત કરે છે. કેન્દ્રીય જીએસટી પર એકીકૃત જીએસટી અંગેની પરિષદની માર્ચ મધ્યસ્થમાં થનારી આગામી બેઠકમાં વિચાર કરવામાં આવશે.

મિત્રાએ આગળ કહ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો ઢાબા અને નાના રેસ્ટોરા વેપારીઓ માટે એક અલગ યોજના માટે સંમત થઇ છે.નાના વેપારીઓ પર 5 ટકા જ કર લાગશે અને તે રાજ્યો તથા કેન્દ્રની વચ્ચે સરખા હિસ્સે વહેંચાશે.

દિલ્હીનાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે પરિષદની આજની બેઠકમાં કેન્દ્રીય જીએસટી તથા એકીકૃત જીએસટી વિધેયક અંગે વ્યાપક સંમતી રહી. રિયલ એસ્ટેટને જીએસટી હેઠળ લાવવામાં આવવું જોઇએ. દરેક વ્યક્તિ જાણે છે કે જમીન જાયદાદનાં ક્ષેત્રમાં ઘણા મોટા પ્રમાણમાં કાળાનાણાનો ઉપયોગ થાય છે. એવામાં રિયલ એસ્ટેટને જીએસટીમાં લાવવાથી કાળા નાણા પર લગામ લગાવી શકાશે.

You might also like