Film Review : ‘વીરે દી વેડિંગ’, ફિલ્મની કહાણી ચાર સહેલીઓ પર

લેખક-નિર્દેશક શશાંક ઘોષે ફિલ્મ ‘વૈસા ભી હોતા હૈ’ લખી અને નિર્દેશિત કરી. ત્યારબાદ ‌‘‌ક્વિક ગન મુરુગન’, ‘મુંબઈ ક‌િટંગ’ અને ‘ખૂબસૂરત’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું.

સોનમે ઘણી બધી હિટ ફિલ્મોમાં અભિનય અાપ્યો છે. સ્વરા ભાસ્કરની ‘તનુ વેડ્સ મનુ’, ‘રાંજના’, ‘તનુ વેડ્સ મનુ રિટર્ન’, ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘નીલ બટે સન્નાટા’ જેવી ફિલ્મો સુપરહિટ રહી. લોકપ્રિય અભિનેતા ટીકુ તલસા‌િણયાની પુત્રી શિખા તલસા‌િણયાઅે ફ્લોર પ્રોડ્યૂસર, લાઈન પ્રોડ્યૂસરની સાથે-સાથે ઘણા ટીવી શોના પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ કર્યું છે.

અા ઉપરાંત શિખાઅે ‘વેક અપ સિડ’, ‘દિલ તો બચ્ચા હૈ જી’, ‘મિડ નાઈટ્સ ચિલ્ડ્રન’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. જોધપુરના સુમિત વ્યાસે અનેક સિરિયલ અને વેબ સિરીઝમાં અિભનય કર્યો. તે એક લેખક પણ છે. તેણે જાણીતી સિરિયલો બાદ ‘અારક્ષણ’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’, ‘અૌરંગઝેબ’, ‘પાર્ચ્ડ’, ‘બેન્ડ બાજાં અૌર બારાત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. કરીના કપૂરની ડિલિવરી બાદની અા પહેલી ફિલ્મ છે.

ફિલ્મની કહાણી દિલ્હીમાં રહેતી બાળપણની ચાર સહેલીઅો-કાલિન્દી પુરી (કરીના કપૂર), અવની શર્મા (સોનમ કપૂર), મીરાં (‌શિખા તલસાણિયા) અને સાક્ષી (સ્વરા ભાસ્કર)ના જીવનની ચારે બાજુ ફરે છે. ૧૦ વર્ષ બાદ જ્યારે અા સહેલીઅો ફરી મળે છે ત્યારે તેમને ખ્યાલ હોતો નથી કે અા ચારેયની જિંદગી કેટલી બદલાઈ ગઈ છે.

દરેકને પોતાના જીવનમાં પોતપોતાની સમસ્યાઅો છે. કોઈઅે ઘરેથી ભાગીને લગ્ન કરી લીધાં છે તો કોઈ પ્રેમની તલાશમાં છે તો કોઈના ડિવોર્સ થઈ ચૂક્યા છે. શું ‘વીરે દી વેડિંગ’ થઈ શકે છે. શું ચારે બહેનપણીઅોની મિત્રતા પહેલાં જેવી જ રહે છે કે તેમની મિત્રતામાં તિરાડ પડે છે? •

You might also like