Fim Review : ‘ધ લેજન્ડ ઓફ માઇકલ મિશ્રા’

અરશદ વારસી, બોમન ઇરાની અને અદિતિ રાવ હૈદરીની ‘ધ લેજન્ડ ઓફ માઇકલ મિશ્રા’ કોમડી ડ્રામા છે. ફિલ્મમાં બોમન ઇરાનીનો પુત્ર કાયોઝ ઇરાની પણ છે. આ સ્ટોરી વાલિયા લૂંટારામાંથી વાલ્મી‌િક ઋ‌િષ બનવા નીકળી પડતા વ્યક્તિની કહાણી છે, જોકે આ બધાની પાછળ તેનો પ્રેમ જવાબદાર છે.
માઇકલ મિશ્રા (અરશદ વારસી) પટણામાં રહે છે. બિહાર આવવામાં તેને ડર છે. કિડનેપિંગ તેનો મેઇન બિઝનેસ છે. દુનિયાને બતાવવા તે એક હાઇવે ઢાબા ચલાવે છે. આ ઢાબાનો મેનેજર ફુલ પેન્ટ (બોમન ઇરાની) છે. ફુલ પેન્ટ માઇકલનો માર્ગદર્શક પણ છે. એક દિવસ માઇકલ વર્મા (અદિતિ)ને મળે છે અને તેે પ્રેમમાં પડે છે. વર્ષાને અભિનેત્રી બનવું છે. માઇકલ તેને બધી હેલ્પ કરવા તૈયાર છે, જોકે માઇકલ સાથે લગ્ન કરતાં પહેલાં તે શરત રાખે છે કે માઇકલ સુધરી જાય. હવે માઇકલ સુધરવા માટે ઉધામા કરે છે. •

You might also like