Review: ફિલ્મ “કરીમ મોહમ્મદ” એટલે story નહીં પરંતુ કશ્મીરનો એક નવો અવાજ

કશ્મીરથી આવનારા સમાચારોમાં માત્ર સ્થાનીય લોકો દ્વારા આતંકવાદીઓની મદદની વાતો કરાય છે પરંતુ નિર્દેશક પવન કુમાર શર્માની કરીમ મોહમ્મદ આનાં કરતા નવી તસ્વીર અને નવા અવાજ સાથે સામે આવે છે. શર્મા કશ્મીરની વાદિઓમાં રહેવવાળી જનજાતિ બકરવાલની વાર્તા લાવવામાં આવી છે કે જેમાં નાનો કરીમ કેન્દ્રમાં છે.

તેની સામે જિંદગી અને આજની હાલત પર માસૂમ સવાલ છે. તેનાં પિતા આ સવાલોનાં જવાબ આપે છે. શર્માએ કરીમનાં માધ્યમથી અનેક દિલને સ્પર્શ કરવાવાળી વાત કહી છે કે જેનો સીધો જ સંબંધ કશ્મીરથી છે.

ફિલ્મ હૈદર (યશપાલ શર્મા) અને તેઓનો પરિવાર (જૂહી સિંહ, હર્ષિત રાજાવત)ની વાર્તા છે. કે જે પોતાનાં ઘેટાં-બકરાંઓ સાથે ગરમીમાં ઉંચા ઉંચા પહાડો પર ચાલ્યા જાય છે અને ઠંડીની ઋતુમાં મેદાનમાં ફરી પરત આવે છે.

આ જ માધ્યમ દ્વારા શર્મા આતંકવાદીઓ દ્વારા આ બકરવાલાઓ દ્વારા કરવામાં આવતી લૂંટફાટ તથા બદમાશીપણાને સામે લવાય છે કે જે હલબલાવી નાખે તેવી હોય છે. તમામ કઠણાઇઓ હોવાં છતાં પણ હૈદર અને કરીમ આતંકવાદીઓ સામે હાર માનવા તૈયાર નથી. પોતાની સીમાઓ હોવાં છતાં પણ તેઓ આતંકીઓ અને દેશનાં ગદ્દારોને પાઠ ભણાવવામાં પીછેહઠ નથી કરતાં.

 

નિર્દેશક પવન કુમાર શર્માની આ પ્રથમ ફિલ્મ છે અને નવા રૂપરંગની વાર્તા સાથે સામે આવ્યાં છે. હજી વધુમાં આપ આગળ વધુ સારૂ કંઇક હશે તેવી પણ આપ આશા જતાવી શકો છો. ફિલ્મમાં કશ્મીરનાં પહાડો તથા જંગલને ખૂબ જ સુંદરતા સાથે શૂટ કરવામાં આવેલ છે પરંતુ સૌથી વધુ આકર્ષક કામ અહીંયા યશપાલ શર્માનું છે.

તેઓ પોતાનાં અભિનયથી વાર્તાને માત્ર એકલા દમ પર જ છેક ઉપર સુધી ખેંચી જાય છે. તેઓની પત્નીની ભૂમિકામાં જૂહી સિંહ તથા દીકરાનાં રૂપમાં હર્ષિત રાજાવતે પણ ખૂબ જ અદભુત એક્ટિંગ કરી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

24 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

24 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

24 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

24 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago